Only Gujarat

FEATURED National

એન્જિનિયર દિયર ને ભાભી મળતાં અકાંતમાં ને માણતા મજા, જાણો પછી આગળ શું થયું?

લખનઉઃ બીટેકનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને પોતાની જ ભાભી સાથે પ્રેમ થઇ ગયો અને બંને વચ્ચે શરીરસંબંધ પણ બંધાયા.જ્યારે આ વાત જગજાહેર થઇ તો ભાભીએ પતિને છોડી લગ્ન કરવા માટે દિયર પર દબાણ કરવાનું શરૂ કર્યું. જોકે, ઉશ્કેરાયેલા દિયરે પોતાની ભાભીની હત્યા કરી નાખી હતી. તેણે ભાભીની હત્યા કરીને ઉત્તરપ્રદેશના કરવીમાં આવેલા દેવાંગનાની ઘાટીમાં ભાભીની લાશ ફેંકી દીધી હતી. પોલીસે આ લાશ શોધી કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કરતાં સમગ્ર કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બાદમાં પરિવારજનોને જણાવ્યું તો તેઓ હતપ્રત રહી ગયા હતાં. આ ઘટના બદૌસા પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્રાનીની છે.

પકડાયેલા આરોપી કૈલાશ ત્રિપાઠીએ પોલીસને જણાવ્યું હતું કે તે ગ્રામોદય વિવિમાં બીટેક કરી રહ્યો છે અને એસડીએમ કોલોનીમાં રહે છે. છ વર્ષથી તેના સંબંધી માસીના ભાઇ યોગેન્દ્ર કુમાર ઉર્ફ કલ્લુની 25 વર્ષીય પત્ની સરીતા દેવી સાથે આડાસંબંધ હતા. માસીનો ભાઈ યુપીના ખોહ વિસ્તારમાં રહેતો હતો. કૈલાશ અવાર-નવાર ભાભીને એકાંતમાં મળતો હતો.

આ વાતની જાણ જ્યારે તેના માસીના ભાઇને થઇ તો તેણે સરીતાને છોડવાનો નિર્ણય લીધો. બાદમાં સરીતા જ્યારે પણ કૈલાશને મળતી તો લગ્ન માટે દબાણ કરતી. જોકે, કૈલાશ ક્યારેય સરીતા સાથે લગ્ન કરવા ઈચ્છતો નહોતો.

બે મહિના પહેલા ઘરવાળાએ કૈલાશના લગ્ન બીજી જગ્યાએ કરી નાખવામાં આવ્યા હતાં. ત્યારબાદથી સરીતા કૈલાશને ફોન કરી બોલાવતી હતી અને ભાગીને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. કૈલાશે પોલીસને જણાવ્યું કે સરીતાની જીદથી ત્રાસીને તેણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

કૈલાશે ચાર જાન્યુઆરીએ સરીતાને દેવાંગનાની ઘાટી પર બોલાવી અને તેની હત્યા કરી બાદમાં મૃતદેહને ત્યાં જ ફેંકી દીધો હતો. ત્યારબાદ તે પોતાની પત્નીને લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસે કૈલાશના સ્વજનો પાસેથી માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે તેને લલચાવીને બોલાવ્યો હતો અને પછી તેની ધરપકડ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page