Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ખરીદી BMW X5 એસયુવી, જાણો લક્ઝૂરિયસ કારની કિંમત

મુંબઈઃ બોલિવૂડના ફૅમશ એક્શન સ્ટાર સુનીલ શેટ્ટીએ એક નવી કાર તેમના કલેક્શનમાં સામેલ કરી છે. સુનીલ શેટ્ટીએ તેમના કલેક્શનમાં Phytonic Blue કલરની એક નવી BMW X5 કાર ખરીદી છે. સુનીલ શેટ્ટીને આ નવી BMW X5 એસયુવી કાર થોડાં દિવસો પહેલાં જ ડિલીવરી કરવામાં આવી છે.

સુનીલ શેટ્ટીની કારનું કલેક્શન
સુનીલ શેટ્ટી તેમના કારના શોખ માટે જાણીતા છે. તેમના ગેરેજમાં એકથી એક એસયુવી છે, જેમાં Hummer H3, Jeep Wrangler, Mercedes-Benz GLS 350D અને E 350D, Toyota Prado અને Range Rover Vogue સામેલ છે.

BMW X5ની કિંમત
જર્મનીની લક્ઝરી કાર બનાવતી કંપનીએ હાલમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ફિલ્મ એક્ટરને તેમની લેટેસ્ટ કાર માટે શુભેચ્છા આપી છે. BMW X5 એસયુવીની કિંમત xDrive 30d Sport વેરિએન્ટ માટે 74.9 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે ive 40i M Sport વેરિએન્ટ 84.4 લાખ રૂપિયા સુધી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ કારની એક્સ શૉરૂમ કિંમત છે.

BMW X5નું એન્જિન
BMW X5 એસયુવીની X6 અને X7ને ભારતીય માર્કેટમાં રાખવામાં આવી છે. આ પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ઓપશ્ન સાથે આપવામાં આવી છે. જેમાં 3.0 લીટર ઇનલાઇન, 6 સિલિન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 340hpનો પાવર અને 450Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં એક અન્ય ઓપ્શન 3.0 લીટર એન્જિન સામે છે, જે 340PSનો પાવર અને 620Nmનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન ઓપ્શનમાં આ કારમાં એક 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સામેલ છે, જે એક સ્ટાન્ડર્ડ ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ દ્રા પણ વ્હીલ્સ સુધી પાવર પહોંચાડી શકે છે.

BMW X5ના ફીચર્સ
BMW X5ના કેટલાક મહત્ત્વના ફીચર્સની વાત કરીએ તો તેમાં Apple CarPlay સાથે 12.3 ઇંચ એચડી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 3D મેપ્સ, આઇડ્રાઇવ ટચ અને વૉઇસ કન્ટ્રોલ, હરમન કર્ડન દ્વારા સંચાલિત 16 સ્પીકર, 12.3 ઇંચના ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રમેન્ટ પેનલ, પેનોરમિક સનરુફ, 4 જોન ક્લાઇમેટ કન્ટ્રોલ સિસ્ટમ, 6 એરબેગ, એડિપ્ટિવ ફંક્શન સાથે લેજર લાઇટ હેડલેમ્પ, ઈબીડી સાથે એબીએસ, બ્રેક કન્ટ્રોલ, હિલ ડીસ્સેન્ટ કંટ્રોલ, ટ્રેક્શન કંન્ટ્રોલ સહિતના ઘણાં ફીચર્સ સામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page