Only Gujarat

Sports

સાઉથના સુપરસ્ટારે બેડમિન્ટન સ્ટારને પહેરાવી વીંટી, તસવીરો આવી સામે

દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર વિષ્ણુ વિશાલ અને ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ હાલમાં જ સગાઈ કરી છે. આ વાતની જાણકારી ખુદ વિષ્ણુ વિશાલે તેમના ઓફિશિયલ ટ્વીટર પર ફોટો શેર કરી આપી છે. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના અવસરે વિષ્ણુ અને જ્વાલાએ પોતાના રિલેશન અંગેની વાત સાર્વજનિક કરી હતી,. જે પછી જ્વાલા ઘણીવાર વિષ્ણુ સાથે રોમેન્ટિક ફોટો શેર કરતી જોવા મળી છે. તો જ્વાલા ગુટ્ટાના બર્થડેના અવસરે બંનેએ સગાઈ કરી લીધી છે.

વિષ્ણુ વિશાલે જ્વાલા સાથે સગાઈનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘હેપ્પી બર્થડે જ્વાલા ગુટ્ટા. જિંદગીની નવી શરૂઆત. આવો આપણે પોઝિટિવ રહી આપણાં, આર્યન, પરિવાર અને ફ્રેન્ડના સારા ભવિષ્ય માટે કામ કરીએ.’ વિષ્ણુ વિશાલના આ ટ્વીટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યાં છે અને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ તેમને શુભકામનાઓ પણ આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, તમિલ એક્ટર વિષ્ણુ વિશાલે તેમના કરિયરની શરૂઆત વર્ષ 2009માં કરી હતી. વિષ્ણુના લગ્ન વર્ષ 2011માં રજની નટરાજન સાથે થયાં હતાં, પણ બંને અલગ થઈ ગયાં.

જ્વાલા ગુટ્ટાએ પણ બેડમિન્ટન ખેલાડી ચેતન આનંદ સાથે લગ્ન કર્યાં હતાં, પણ બંને અંગત કારણોસર અકબીજાથી અલગ થઈ ગયાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page