Only Gujarat

Sports

એક સમયે સામાન્ય દેખાતી ગુલાબો હવે લાગે છે એકદમ સેક્સી

આજકાલ ટીવીમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ઘરે-ઘરે સૌનો મનપસંદ શો બની ગયો છે. આ શો છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના બધા જ કલાકારોએ લોકોના દિલમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.

આ શો જેટલા લાંબા સમયથી ચાલતો આવે છે, એજ રીતે તેની સ્ટારકાસ્ટ પણ બહુ મોટી છે, જેમાં તમને જેઠાલાલની ‘કશ્મીરી પત્ની ગુલાબો’ તો યાદ જ હશે. ખૂબ ઓછા એપિસોડમાં જોવા મળેલ સિંપલ કૌલે શોમાં જેઠાલાલની કશ્મીરી પત્ની ગુલાબોનો રોલ કરી દર્શકોના દિલમાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ભલે સિંપલ કૌરનો રોલ બહુ નાનો હતો, પરંતુ તેણે લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. આ શોમાં તે જેઠાલાલની કશ્મીરી પત્ની ગુલાબો બનીને આવી હતી, પરંતુ તેનો પ્રેમ દયાભાભી સામે ટકી ન શક્યો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની કહાની અનુસાર, દિલીપ જોશી એટલે કે જેઠાલાલ તેમનાં લગ્ન પહેલાં બેચલર પાર્ટી માટે મિત્રો સાથે કશ્મીર ગયા હતા. ત્યાં તેમણે એક ફિલ્મની શૂટિંગમાં ભાગ લીધો હતો અને આ શૂટિંગમાં ગુલાબો એટાલે કે સિંપલ તેની પત્ની હતી. ગુલાબોએ આ શૂટિંગને થોડું ગંભીરતાથી લઈ લીધું અને તે જેઠાલાલને શોધતી-શોધતી મુંબઈ આવી પહોંચી.

મુંબઈ આવીને ગુલાબોએ જેઠાલાલ સામે કેસ તો કર્યો જ, સાથે-સાથે ગુકુલધામ સોસાયટીમાં તંબુ બાંધીને રહેવા પણ લાગી. અંતે દયાભાભીના પ્રેમ સામે ગુલાબોનો પ્રેમ ફીક્કો પડ્યો અને ગુલાબોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું.

સિંપલ કૌલે ગુલાબોનો આ રોલ ઘણાં વર્ષો પહેલાં કર્યો હતો. થોડા એપિસોડ બાદ તેની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ હતી એટલે તેને શો છોડવો પડ્યો હતો. મૂળ જીવનમાં સિંપલ ખૂબજ ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરતી રહે છે.

સિંપલ કૌલે તેના કરિયરની શરૂઆત 2002 માં કરી હતી. તે કુસુમ, કુટુમ્બ, શરત, યહી મેરી લાઈફ હૈ, બા બહૂ ઔર બેબી, ઐસા દેશ હૈ મેરા, તીન બહુરાની, સાસ બિના સસુરાલ, જીન્ની ઔર જુજૂ, સુવરિન ગૂગલ-ટૉપર ઑફ ધ ઈયર અને ભાખડવાલી જેવી ટીવી સિરિયલ્સમાં મહત્વના રોલમાં જોવા મળી છે.

માત્ર એક્ટિંગ જ નહીં, સંગીતમાં પણ સિંપલ કૌલે તેનું નસીબ અજમાવ્યું છે. સિંપલ કૌલે ભારતીય શાસ્ત્રીય સંગીત સિવાય પશ્ચિમી સંગીત પણ શીખ્યું છે. પરંતુ હજુ સુધી તેણે બોલીવૂડ સંગીતની શરૂઆત નથી કરી.

સિંપલ કૌલ એક્ટિંગ સિવાય બિઝનેસ વુમન પણ છે. તેની ત્રણ રેસ્ટોરેન્ટ્સ છે. જે તેણે મુંબઈમાં ખોલી છે. સિંપલ દરેક ક્ષેત્રમાં બહુ સારી પ્રદર્ષન કરી રહી છે. સિંપલની તસવીરો જોઈને કદાચ તમને લાગે કે તે સિંગલ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે પરિણીત છે. સિંપલ કૌલનાં લગ્ન 2010 માં રાહુલ લુંબા સાથે થયાં હતાં.

એટલું જ નહીં, એકવાર સિંપલનો સલમાન ખાસ સાથે પણ વિવાદ થઈ ગયો હતો. સલમાને બિગ બૉસ સીઝન 12 માં જે કહ્યું હતું તે સિંપલને ગમ્યું નહોંતું અને તેણે તેના મિત્ર કરણવીર બોહરાના સમર્થનમાં ટ્વીટ કરી સલમાનને ઘણું બધુ કહી દીધું હતું.

You cannot copy content of this page