Only Gujarat

Gujarat

અક્ષર અને મેહા પટેલનું યોજાયું ગ્રાન્ડ રિસેપ્શન, જુઓ અંદર આવો હતો જલસા

વડોદરામાં ગુરૂવારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્ન યોજાયા હતા. ત્યાર બાદ નડિયાદ નજીકના એક ખાનગી પાર્ટી પ્લોટમાં અક્ષર અને મેહાનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેમાં 2500 જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં નજીકના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. રિસેપ્શન એટલું ગ્રાન્ડ હતું કે મહેમાનો પણ જોઈને અંચબિત થઈ ગયા હતાં.

અક્ષર પટેલ અને મેહાના આ ગ્રાન્ડ રિસેપ્શનમાં 1100 રૂપિયાની એક પ્લેટ રાખવામાં આવી હતી. જેમાં 32થી 33 ભાતની વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવી હતી. સૌથી પહેલા મહેમાનોના સ્વાગત માટે વેલકમ ડ્રીંક, ફ્રેશ બ્લેક પાઈનેપલ જ્યુસ, બ્લુ લગૂન જ્યુસ પછી સુપનું કાઉન્ટર જ્યાં અવનવા સૂપ પીરસવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્મોકી ટોમેટો બેલ પેપર, હોટ એન્ડ સોર સૂપનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ મેઈન કોર્સની તો તેમાં પનીર અંગુરી કોફતા વિથ વાઈટ એન્ડ યેલો સોસ, વેજીટેબલ દીવાની હાંડી, સ્પીનીચ કોન કેપ્સીકન ગાર્લિક મસાલા તેની સાથે ઇન્ડિયન બ્રેડમાં બેબી હરિયાલી નાન, લચ્છા પરાઠાની મહેમાનોએ આ કડકડતી ઠંડીમાં મોજ માણી હતી.

સ્ટાર્ટરમાં ગ્રીલ્ડ પાનીની સેન્ડવીચ વિથ ટોમેટો એન્ડ આઇસલેન્ડ સોસ, ચાટમાં નીમ પત્તા ચના કા ચાટ વિથ સ્વીટ કર્ડ, મીઠી ચટણી, મિન્ટ ચટણી, ઇટાલિયનમાં પેપર થીન પીઝા મેક્સિકન ડીશમાં પણ મેક્સિકન ટીટબીટ રાઈસ ગુજરાતીઓને તો સ્વીટ વિના ન જ ચાલે અને એટલે સ્વીટમાં ક્રીમ ચાંદની બાર વિથ કેસ્યું, વોલનટ ,કોકોનેટ એન્ડ રોઝ પેટલ પીરસવામાં આવી હતી. સલાડમાં ગાર્ડન ફ્રેશ ગ્રીન ક્રિસ્પી સ્પીનચ પોટેટો, બેલ પેપર સલાડ હતુ. તો પાપડ, સારેવડાનું અથાણું અને રાયતા મરચા તો ખરા જ.

હવે વાત કરીએ મેઈન કોર્સની તો તેમાં પનીર અંગુરી કોફતા વિથ વાઈટ એન્ડ યેલો સોસ, વેજીટેબલ દીવાની હાંડી, સ્પીનીચ કોન કેપ્સીકન ગાર્લિક મસાલા તેની સાથે ઇન્ડિયન બ્રેડમાં બેબી હરિયાલી નાન, લચ્છા પરાઠા, ફુલકા રોટી પણ પીરસવામાં આવી હતી. પછી જેના વગર ગુજરાતીઓને ઓડકાર ન આવે એ સ્ટીમ રાઈસની સાથે ગુજરાતી દાલ અને દાલ ફ્રાય પણ હતા. અને હવે વારો ખાને કે બાદ કુછ મીઠા હો જાયે..તો અક્ષર પટેલને ત્યાં ડેઝર્ટમાં મલાઈ, રોઝ એન્ડ બીપીકે એરોસ્ટેડ કુલ્ફી હતી. અને અંતમાં જેની તલબ ભગવાનને પણ હોય એ મુખવાસ પણ હતો.

ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. તે દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો.

મેહા ડાયટીશિયન અને ન્યૂટ્રીશિયનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનાદકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યાં હતાં.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી, 1994ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. અક્ષર પટેલનું પૂરું નામ અક્ષર રાજેશભાઈ પટેલ છે અને નાનપણથી જ અક્ષરને ભણવું બહું ગમતું હતું. એટલે જ અક્ષર પટેલે ક્યારેય સપનામાં પણ ક્રિકેટર બનવાનું વિચાર્યું પણ નહોંતું.

અક્ષર પટેલના પરિવારમાં તેના પિતા રાજેશ પટેલ અને માતા પ્રીતિબેન પટેલ છે. સાથે-સાથે તેમને એક ભાઈ સંશિપ અને એક બહેન શિવાંગી પટેલ પણ છે. અક્ષર પટેલ મિકેનિકલ એન્જિનિયર બનવા ઈચ્છતો હતો, પરંતુ નસીબને કઈંક અલગ જ મંજૂર હતું, જેના કારણે આજે તેઓ ભારતીય ખેલાડીઓમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે.

અક્ષર પટેલને નાનપણથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. તે ક્રિકેટને જ પોતાનું કરિયર બનાવવા માગતો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો, જેથી ક્રિકેટમાં ફૂલટાઈમ ફોકસ કરી શકે અને ટ્રેનિંગ પર ધ્યાન આપી શકે. આજે તે પોતાના ઓલરાઉન્ડર દેખાવને લીધે દેશના ચર્ચિત ક્રિકેટર્સમાં સામેલ છે. અક્ષર પટેલે 22 ફેબ્રુઆરી, 2012 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સાથે લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કયું હતું. ક્રિકેટમાં સારું પ્રદર્ષન કર્યા બાદ ફરી એકવાર અક્ષર પટેલની પસંદગી 2 નવેમ્બર, 2012 ના રોજ રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ વિરૂદ્ધ પ્રથમ ઈનિંગમાં ક્રિકેટ રમવા માટે થઈ હતી.

You cannot copy content of this page