Only Gujarat

Sports

‘દેવો કે દેવ મહાદેવ’ની પાર્વતીનો રોલ પ્લે કરનારી એક્ટ્રસે પહેર્યું ઢીલું જીન્સ અને પછી…..

મુંબઈઃ ‘દેવો કે દેવ મહાદેવ’ ટીવી સિરિયલ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સિરિયલના દરેક પાત્રએ પોતાની એેક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. આ સિરિયલમાં પૌરાણિક કથાના પ્રસંગો પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યાં હતાં. મહત્ત્વનું છે કે, આ સિરિયલમાં મહાદેવનો રોલ મોહિત રૈનાએ પ્લે કર્યો હતો. હાલની તારિખમાં પણ આ સિરિયલને લોકો જોવાનું પસંદ કરી રહ્યાં છે. એવામાં ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ પ્લે કરનારી સોનારિકા ભદોરિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેટલાંક ફોટો શેર કરતાં ટ્રોલ થઈ છે. આ ફોટો પર લોકો ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

સોનારિકાએ જે ફોટો શેર કર્યાં છે તેમાં તેમણે લાલ કલરનું ક્રોપ ટૉપ અને બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યું છે. સોનારિકા આ ફોટોને લીધે જ ટ્રોલ થઈ રહી છે. તેમણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.

સોનારિકા તેમના ઢીલાં જીન્સને લીધે ટ્રોલ થઈ રહી છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, સોનારિકાએ જે જીન્સ પહેર્યું છે તે તેની કમરમાંથી ખૂબ જ ઢીલું છે.

સોનારિકાને જોઈ એક યૂઝરે કોમેન્ટ કરી કે, ‘તમે સૂકાઈને મરી જાવ.’ આ કોમેન્ટ પર સોનારિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે જવાબમાં લખ્યું કે, ‘તમે તો એટલાં ફુલી ગયાં છો કે ફૂટીને ના મર્યા હજી સુધી?’

બીજા યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે, ‘આ 28 કમર છે તો 34ની સાઇઝનું કેમ લીધી તમે.’ જેના જવાબમાં સોનારિકાએ કહ્યું કે, ‘તમારા પિતાએ જીન્સના રૂપિયા આપ્યાં છે? નહીં ને… તો ચૂપ રહો.’

એક યૂઝરે એવી કોમેન્ટ કરી કે, ‘દીદી પેન્ટ ખૂબ જ ઢીલું છે.’ જેના જવાબમાં સોનારિકાએ કહ્યું કે, ‘બિલકુલ તમારા મગજના પેચની જેવી રીતે’તો એક યૂઝરે એવી કોમેન્ટ લખી કે, ‘બેલ્ટ પહેરી લે સોના’

27 વર્ષની સોનારિકાએ વર્ષ 2011માં ‘તુમ દેના સાથ મેરા’ ટીવી સિરિયલથી ડેબ્યુ કર્યું હતું. જોકે, તેમને ઓળખ ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ પ્લે કરીને મળી હતી. તેમણે ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમને ઘણી સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

સોનારિકાનું બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે જોડાયેલું નથી. તેમના પિતા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે, જ્યારે તેમની મા હાઉસ વાઇફ છે. 2 ડિસેમ્બર 1992માં મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી સોનારિકાએ યશોધામ હાઇસ્કૂલ એન્ડ સિનિયર કોલેજથી સ્ટડી કર્યું છે.

સોનારિકા એક્ટિંગ સાથે-સાથે મોડેલિંગ પણ કરે છે. અત્યારે કોરોનાને લીધે તેમના ઘરે જ ટાઇમ પસાર કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page