Only Gujarat

Sports

IPLમાં સદી ફટકારનારા આ પહેલા ભારતીય ખેલાડીએ લોકડાઉન પહેલા જ ફર્યાં સાત ફેરા

આઈપીએલની 13મી સીઝનની આઠમી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે છે. હૈદરાબાદની ટીમનો સૌથી મોંઘો ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમને 12.50 કરોડ રૂપિયા મળશે. મનિષ પાંડે બીજા નંબર પર છે. તેને 11 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો આ અવસરે જાણીએ મનિષ પાંડેની લવ સ્ટોરી વિશે… તેણે અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ કોણ છે આશ્રિતા શેટ્ટી અને કેવી રીતે બંને વચ્ચે થઈ મુલાકાત.

મનીષ કૃષ્ણનંદ પાંડે એ જમણા હાથે મધ્યમ ક્રમનો બેટ્સમેન છે, જે આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેમણે અન્ડર -17 અને અંડર -19 સ્તર પર રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019 ના રોજ દક્ષિણ ભારતીય અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

મનીષ પાંડે અને આશ્રિતા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.

આશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. 26 વર્ષીય અભિનેત્રીએ ઇન્દ્રજિત, ઓરૂ કન્નીયમ મૂનુ કલવાનિકાલમ, ઉધ્યમ એનએચ 4 જેવી કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું.

16 જુલાઇ 1993ના રોજ જન્મેલી આશ્રિતાએ 2010માં ‘ક્લીન એન્ડ ક્લીયર ફ્રેશ ફેસ’ બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા પછી ‘ટેલીકેદા બોલી’ નામની કોમેડી ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019 ના રોજ દક્ષિણ ભારતીય અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા.

મનિષ પાંડેનો જન્મ 10 સપ્ટેમ્બર 1989ના રોજ નૈનિતાલમાં થયો હતો. મિત્રો તેને ચૂલબુલ પાંડેના નામથી પણ બોલાવે છે.

મનીષ પાંડેએ ત્રીજા ધોરણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે તેનો સ્કૂલનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય બેંગ્લોરથી કર્યો હતો. તે 2008 માં મલેશિયામાં આયોજિત અંડર -19 વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો.

મનીષ પાંડેએ ત્રીજા ધોરણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે તેનો સ્કૂલનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય બેંગ્લોરથી કર્યો હતો. તે 2008 માં મલેશિયામાં આયોજિત અંડર -19 વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો.

મનીષ પાંડેને ઈન્ડિયન પ્રીમિયર લીગની 2008 ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. 2009માં, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

2009-10માં સેમિફાઈનલમાં તે હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. ત્યારબાદ તે 2014 માં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમ્યો હતો.

યુવરાજ સિંહ મનીષના લગ્નના રિસેપ્શનમાં પણ પહોંચ્યા હતા. તેમના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. રિસેપ્શનમાં યુવરાજ પોતે તો નાચ્યા જ હતા સાથે મનિષ પાંડેને પણ ડાન્સ કરાવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page