Only Gujarat

Sports

આજે ગુરુનો મકર રાશિમાં પ્રવેશ, વાંચો કઈ રાશિને કરાવશે ફાયદો તો કોને રહેવું સાવધાન

રાશિફળ: 20-11-2020:  આજે થશે ગુરુનો મકર રાશિમાં પ્રવેશ, જુઓ કઈ રાશિને કરાવશે ફાયદો તો કોને રહેવું સાવધાન!

મિત્રો, આમ તો મકર રાશિમાં ગુરુનો પ્રવેશ એ નીચ રાશિમાં થયો હોવાનું ગણાય છે પરંતુ મકર રાશિના સ્વામી શનિ હાલ ત્યાં જ બિરાજમાન હોતા તેની સાથે યુતિ હોવાથી નીચ ભંગ રાજયોગ બને છે માટે તે તુલા, મિથુન અને કુંભ રાશિ ને લાભ કરાવશે સાથે જ બીજી રાશિ માટે મધ્યમ લાભદાયી બની રહેશે. આપના માટે રાશિ પ્રમાણે આપ નીચેના મંત્રનો જાપ કરીને ગુરુ દેવને પ્રસન્ન કરી શકો છો. 

મેષઃ મોસાળ પક્ષથી લાભ સંભવ થાય સાથે જ યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ પરંતુ ધ્યાન રાખવું કે સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકી શકે છે, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, આનંદ-મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: પ્લાનિંગ કરેલા કાર્ય અધૂરા રહી જતા જણાય સાથે જ અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ, માંગલિક કાર્ય આગળ વધે
  • નાણાકીય: આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.
  • આજનો મંત્ર: ॐ गुणाकराय नमः

વૃષભઃ આજે પોતાની મહત્વની યોજનાઓ ને ગુપ્ત રાખવી સાથે જ પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો પરંતુ વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ સાથે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય સાથે જ મનભેદ-મતભેદ ટાળવા.
  • નાણાકીય: ખોટા અવિચારી ખર્ચ કે રોકાણ ન કરવા, નાણા વ્યવહાર માં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ गुरवे नमः

 મિથુનઃ કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે તેમજઅણધારી તક પ્રાપ્ત થતી જણાય, દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય તેમજ દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તથા નવા કાર્યનો શુભારંભ સંભવ.
  • પરિવાર:  અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: गुणिने नमः

 

કર્કઃ ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ સાથે જ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો, મહત્વ ના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ ચાખવા મળે, દિવસ ધીરજતાપૂર્વક પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ जेत्रे नमः

સિંહઃ વિચારોને પોઝેટીવ રાખવા સાથે જ ચિંતાના વાદળો ઘેરાતા જણાય, આપની ભાવનાઓ ઉપર કાબુ રાખવો, મનની મુરાદો પૂરી થતી જણાય અને આપના પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, ઉધાર ઉછીના વ્યવહાર ન કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ जयन्ताय नमः

કન્યાઃ આજે આપના વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય તેમજ મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, માંગલિક કાર્યો આગળ વધે, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય તેમજ માનસિક ચિંતા દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો સાથે જ કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ अनन्ताय नमः

તુલાઃ આજે કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, ગૃહ જીવનમાં સમજણથી કાર્ય કરવું અને બીજા પ્રત્યે આદરભાવ રાખવો, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય તથા નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી.

  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ અને તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય.
  • પરિવાર: પારિવારિક માંગલિક કાર્ય વધે, કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ विविक्ताय नमः

વૃશ્રિકઃ  કોઈ મનગમતા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાયપરંતુ ધ્યાન રહેવું કે નકામી વાતોમાં સમય વધારે પસાર ના થાય, કળાજગત સાથે સંકળાયેલા વ્યક્તિને વિશેષ લાભ જણાય પરંતુ આપના ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: પરિવાર તરફથી સહકાર મળી રહે, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ वाचस्पतये नमः

ધનઃ આજે જૂના પડતર પ્રશ્નોનાં ઉકેલ જોવા મળે સાથે જ નકારાત્મક વિચારોથી દુર રહેવું અને જમીનને લગતી સમસ્યાનો હલ જણાય, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, આવક ના સ્ત્રોત્ર વધતા જોવા મળી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી, કાર્યક્ષેત્રમાં ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: સ્વજનથી મિલન સંભવ, દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર:  ॐ चैत्राय नमः

મકરઃ કૌટુંબિક આનંદનું વાતાવરણ જળવાઈ રહે પરંતુ આજે ઊજળું એટલું દૂધ નહિ સમજી કોઈ નિર્ણય લેવો હિતાવહ રહે, પ્રવાસ-પર્યટન ટાળવા સાથે જ આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા જણાય પરંતુ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે.
  • નાણાકીય: નવા સાહસો વિચારીને કરવા, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ बृहद्भानवे नमः।

કુંભઃ તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો સાથે જ મનમાં ઘડેલી યોજનાઓ ને અમલમાં મૂકી શકાશે, સત્કાર્ય માં દિવસ પસાર થતો જણાય તેમજ જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે, દિવસ આનંદમય રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: સહયોગી સાથે પ્રેમથી વ્યવહાર કરવો, કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सुराराध्याय नमः

મીનઃ આર્થિક પ્રશ્નોમાં ખાતર પર દીવેલ જેવી પરિસ્થિતિ જણાય સાથે જ રોકાયેલા પૈસા પાછા મળી શકે, અશાંતિના વાદળો વિખરતા જણાય પરંતુ મુસાફરી ખુબ જ મહત્વની હોય તો જ કરવી ટાળવી હિતાવહ, પડતર કાર્યમાં પ્રગતિ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાવધ રહેવું જરૂરી અને જોખમ લેવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે અને મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય પરંતુ જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર:  गिरीशाय नमः
You cannot copy content of this page