Only Gujarat

National TOP STORIES

70 વર્ષની વૃદ્ધા સાથે જે થયું તે જાણી તમારા રૂંવાડા ઊભા થઈ જશે ને આંખોમાં આવી જશે ગુસ્સો

મધ્યપ્રદેશના વિદિશામાં એક બેહદ શરમજનક અને ખૌફનાક મામલો સામે આવ્યો છે. જ્યાં એક 70 વર્ષની બુઝુર્ગ મહિલા સાથે પહેલા બળાત્કાર કરવામાં આવ્યો અને પછી બેરહેમીથી હત્યા કરી દેવામાં હતી. ઘટનાને એ સમયે અંજામ આપવામાં આવ્યો, જ્યારે બુઝુર્ગ મહિલા પોતાના ખેતરમાં સિંચાઈની દેખરેખ કરવા માટે પહોંચી હતી. દરિંદાઓએ મહિલાના મોઢામાં માટી ભરી દીધી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીથી પ્રહારો કર્યા.

હ્રદય હચમચાવનારી આ ઘટના વિદિશા જિલ્લાના ગ્યારસપુર પોલીસ વિસ્તારની છે. જ્યાં 18 અને 19 નવેમ્બરની દરમિયાન રાત્રે ઓલીઝા ગામના બહારના વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ 70 વર્ષની મહિલા સાથે દરિંદગી કર્યા બાદ તેની હત્યા કરી. મહિલા વાવણીના મોસમ પહેલા ખેતરમાં ચાલી રહેલી સિંચાઈ પર નજર રાખવા માટે ગઈ હતી.

પોલીસના અનુસાર, અજ્ઞાત આરોપીઓેએ પીડિતાના મોઢામાં માટી ભરી નાખી અને તેના પ્રાઈવેટ પાર્ટ પર લાકડીથી હુમલો કર્યો. ગુરુવારની સવારે ખેતરમાં ઝાડીઓમાં મહિલાનો નગ્ન કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ગામના લોકો 100 નંબર પર પોલીસને સૂચના આપી હતી.

ગ્યારસપુર પોલીસ સ્ટેશનના થાના પ્રભારી મહેન્દ્ર શાક્યએ આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ મૃતકના પરિવારના લોકો પણ મોકા પર પહોંચી ગયા અને તેની ઓળખ કરી. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વિદિશા જિલ્લા મુખ્યાલયના ફૉરેસિંક વિશેષજ્ઞો સાથે મોકા પર પહોંચ્યા. ઘટના સ્થળ પર તપાસ કર્યા બાદ મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું.

પોલીસ સ્ટેશનના પ્રભારી મહેન્દ્ર શાક્યએ જણાવ્યું કે પહેલી નજરમાં આ બળાત્કારનો મામલો લાગે છે. પીડિતા પર બેરહેમીથી હુમલો કરવામાં આવ્યો અને તેના મોઢામાં માટી ભરી દેવામાં આવી. શાક્યએ કહ્યું કે અજાણ્યા આરોપીની સામે બળાત્કાર અને હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. હવે તેમની ઓળખ અને ધરપકડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમને ગામના બહારના વિસ્તારમાં ખેતી માટે જમીન ઠેકા પર લીધી હતી. એ જમીન પર વાવણીની પહેલા સિંચાઈનું કામ ચાલી રહ્યું હતું. જેની દેખરેખ માટે પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી રોજ ખેતરમાં જતી હતી.

આ ઘટના બાદ વિસ્તારમાં શોકની લહેર છે. ગામના લોકો ગુસ્સામાં છે. તેમણે પોલીસને આ કેસમાં ઝડપથી તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ આરોપીઓને જલ્દી પકડવાની માંગ કરી રહ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે વિસ્તારમાં શરાબીઓ સહિત અનેક સંદિગ્ધોની પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી પોલીસ આરોપીને પકડી નથી શકી.

You cannot copy content of this page