Only Gujarat

National

કોઈપણ હેકર સરળતાથી મેળવી શકે છે તમારી વ્હોટ્સએપ ચેટ, વ્હોટ્સએપે જણાવી આ વાત

મુંબઈઃ વ્હોટ્સએપ ચેટ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે તો બોલિવૂડ સ્ટાર્સની ડ્રગ્સ સંબંધિત ચેટ્સ કેવી રીતે લીક થઈ રહી છે? આ સવાલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ દરમિયાન વ્હોટ્સએપ થકી પણ એક નિવેદન બહાર પાડવામા આવ્યું છે. વ્હોટ્સએપ દ્વારા નિવેદનમાં કોઈ નવી વાત નથી કહેવામા આવી. વ્હોટ્સએપ ચેટ ભલે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય પરંતુ તમારે જાણવાની જરૂર છે કે વ્હોટ્સએપ ચેટ્સ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કઈ રીતે મેળવી શકાય છે.

કંપનીના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે,‘વ્હોટ્સએપ તમારા મેસેજીસને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી પ્રોટેક્ટ કરે છે, જેથી તમે જેને મેસેજ કર્યો છે તે વ્યક્તિ તમારો મેસેજ જોઈ શકે તે સિવાય કોઈ નહીં. વ્હોટ્સએપ પણ નહીં. વ્હોટ્સએપ માત્ર ફોન નંબરથી જ એક્સેસ કરી શકાય છે, વ્હોટ્સએપ પાસે તમારા મેસેજના કન્ટેન્ટનું એક્સેસ હોતું નથી.’

WhatsApp ચેટ સુરક્ષિત, પરંતુ શું બેકઅપ છે સુરક્ષિત?
વ્હોટ્સએપના જણાવ્યાં અનુસાર, ચેટ બેકઅપ ક્લાઉડ સ્ટોરેજ પર બેકઅપ રાખવામા આવે છે કે સેવ કરવામા આવે છે, તે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોતા નથી. સામાન્ય રીતે યૂઝર્સ પોતાના વ્હોટ્સએપ ચેટનું બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર રાખે છે. વ્હોટ્સએપમાં ચેટના ઓટો બેકઅપનો વિકલ્પ પણ છે જેના કારણે ચેટ આપોઆપ ક્લાઉડ પર સ્ટોર થતા રહે છે. તેથી જો કોઈ તમારી વ્હોટ્સએપ ચેટ એક્સેસ નથી કરી શકતું તો તે વ્યક્તિ જીમેલ આઈડી થકી ગૂગલ ડ્રાઈવ વડે સરળતાથી તમામ જુની ચેટ્સ નીકાળીને વાંચી શકે છે, કારણ કે અહીં રાખવામા આવેલ વ્હોટ્સએપ ચેટનું બેકઅપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહેતું નથી.

સિક્યોરિટી કે તપાસ એજન્સી ક્લોનિંગ કરે છે
વ્હોટ્સએપના એન્ક્રિપ્ટેડ ડેટાને એક્સેસ કરવા માટે સિક્યોરિટી અને તપાસ એજન્સીઓ યૂઝર્સના ફોન લઈ તેની ક્લોનિંગ કરે છે. ક્લોનિંગ બીજા ડિવાઈસ પર કરવામા આવે છે. ક્લોનિંગને કારણે એજન્સીઓને મિરર ઈમેજ થકી ડિલિટેડ મેસેજનો એક્સેસ મળી જાય છે. આ માટે પ્રોફેશનલ ટૂલ્સનો ઉપયોગ કરવામા આવે છે અને તે અલગ ડિવાઈસ પર કરવામા આવે છે.

ફોનની ક્લોનિંગ થવા પર એજન્સીઓને ફોનના મેસેજ, ફોટોઝ, કોલ રેકોર્ડ્સ તથા તેની સાથેની ક્લાઉડ એપ્સ પર રાખવામા આવેલા ડેટાનો એક્સેસ પણ મળી જાય છે. જ્યારે અહીંથી વ્હોટ્સએપ ચેટ્સ સરળતાથી રિકવર કરી શકાય છે. તેથી આ સ્પષ્ટ થાય છે કે વ્હોટ્સએપ ચેટ તો સુરક્ષિત છે પરંતુ તેનું બેકઅપ સિક્યોર નથી. જો બેકઅપ એક્સેસ મળી જાય તો પછી ચેટ પણ રિકવર થઈ જશે. તપાસ એજન્સીઓ પણ ડાયરેક્ટ વ્હોટ્સએપ ચેટ મેળવી શકતી નથી.

 

You cannot copy content of this page