હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ

સંગમ નગરી પ્રયાગરાજથી 800 મીટર દૂર બંધવા સ્થિત સૂતેલાં હનુમાનજીને મળવા માટે મા ગંગા બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતાં. મા ગંગા આમ તો દર વર્ષે હનુમાનજીના પગ પખારવા આવે છે, પણ આ વખતે થોડાંક વહેલાં આવી ગયા. મંદિરમાં મા ગંગાના પ્રવેશની સાથે જ શંખનાદની ધ્વનિ વચ્ચે જયકાર થવા લાગ્યો હતો. હનુમાનજીના પગ પખારવાના દૃશ્ય પોતાની આંખમાં કંડારવા માટે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ પહોંચ્યા હતાં. પૂજા-અર્ચના પછી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતાં.

આમ તો હનુમાનજીના મંદિર વિશ્વના ઘણાં દેશોમાં છે, પણ આ એક માત્ર એવું મંદિર છે. જેમાં હનુમાનજીની મૂર્તિ સૂતેલી અવસ્થામાં છે. આ મંદિર એક નદીના બંધ પર સ્થિત છે. એટલે આને બાંધવા હનુમાનજીનું મંદિર પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો આ મંદિરને હનુમાનજીના નામથી પણ ઓળખે છે.

ગંગાજી દર વર્ષે ખુદ કરાવે છે સ્નાન
અખિલ ભારતીય. અખાડા પરિષદના અધ્યક્ષ અને મોટા હનુમાન મંદિરના સંરક્ષક નરેન્દ્ર ગિરિનું કહેવું છે કે, આ મંદિરમાં મા ગંગા વર્ષે એકવાર હનુમાનજીને ખુદ સ્નાન કરાવા આવે છે. જ્યારે ગંગામાં ભરતી આવે છે ત્યારે પાણની લહેરો હનુમાનજીના મંદિર સુધી પહોંચી જાય છે. જેને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ તેનાથી કષ્ટ દૂર થઈ જાય છે. જ્યારે ગંગાનું પાણી હનુમાનજીની મૂર્તિને સ્પર્શે છે, ત્યાર પછી ભરતીનું પાણી ઓછું થવા લાગે છે.

ત્રેતાયુગ સાથે જોડાયેલી છે માન્યતા
મંદિરના સંરક્ષક નરેન્દ્ર ગિરિએ જણાવ્યું કે, પુરાણોમાં આ મંદિરનો ઉલ્લેખ છે. જન શ્રુતિઓ મુજબ ભગવાન રામ લંકા પર વિજય પ્રાપ્ત કર્યા પછી આ સંગમ સ્થાને આવ્યા હતાં. તે સમયે તેમના પ્રિય ભક્ત હનુમાનજી કોઈ શારીરિક પીડાથી ગ્રસિત હતાં. તે વર્તમાનમાં જ્યાં મંદિર છે, ત્યાં સૂતા હતાં. ત્યારે માતા જાનકીએ તેમના સિંદૂરથી તેમને નવું જીવન આપ્યું હતું. હંમેશા આરોગ્ય અને ચિરાયું રહેવાના આશીર્વાદ પણ આપ્યા હતાં.

ત્યારથી અહીં આ મંદિરમાં હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા છે. એટલે હનુમાનજી અહીં સૂતેલી અવસ્થામાં વિદ્યમાન છે. જોકે, તેનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. આ મંદિરમાં અંગે અલગ અલગ લોકકથા અને માન્યતાઓ પણ છે.

ઇતિહાસમાં ઉલ્લેખ મુજબ, આ મંદિર વર્ષ 1787માં બનાવવામાં આવ્યું હતું. મંદિરની અંદર લગભગ 20 ફૂચ લાંબી હનુમાનજીની સૂતેલી મૂર્તિ છે. આ મૂર્તિ પાસે જ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીની મૂર્તિ છે. સંગમ કિનારે બનેલાં આ મંદિર પ્રત્યેની આસ્થા દૂર-દૂરથી ભક્તોને અહીં ખેંચી લાવે છે.

મા ગંગાને મંદિરમાં પ્રવેશતાં જ કપાટ બંધ થઈ જાય છે
સૂતેલા હનુમાન મંદિરમાં જેવું ગંગાનું પાણી અંદર પ્રવેશ કરે છે, ત્યારે જ હનુમાનજીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પછી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. ગંગાનું પાણી પાછું આવ્યા પછી જ મંદિરના કપાટ ખુલે છે. આ પછી મંદિરની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ પછી વિધિવત પૂજા-અર્ચના પછી દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખોલી દેવામાં આવે છે.

નરેન્દ્ર ગિરિએ કહ્યું, જલદી કોરોના મહામારી દૂર થશે
સાધુ-સંતોની સૌથી મોચી સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું કે, મા ગંગા બે વર્ષ પહેલાં હનુમાનજીને સ્નાન નહોતા કરાવતાં હતાં. આ વખતે શુભ અવસર આવ્યો છે. તેમણે આ શુભકારી માન્યું છે અને પૂજા-અર્ચના કરી છે. મા ગંગા દ્વારા હનુમાનજીને સ્નાન કરાવ્યા પછી કહ્યું કે, ગંગાજી દ્વારા હનુમાનજીને સ્નાન કરાવવું રાષ્ટ્ર માટે શુભ સંકેત છે. હવે જલદી જ કોરોના મહામારી દૂર થશે. સાથે જ દેશ પ્રગતિની દિશામાં આગળ વધશે.

તેમણે કહ્યું કે, હનુમાન મંદિરના દરબારમાં ગંગાજળનો પ્રવેશ કરવાથી ભરતી રહે ત્યાં સુધી મંદિરના કપાટ બંધ રહેશે. પૂજા-અર્ચના પણ બંધ રહેશે. એવી માન્યતા છે કે, મા ગંગા જે વર્ષે સૂતેલા હનુમાનજીને સ્નાન કરાવે છે તે વર્ષે કોઈ પ્રાકૃતિક આપત્તિ આવતી નથી. આ મંગળકારી અને શુભ માનવામાં આવે છે.

You cannot copy content of this page