યુવકે જે યુવતી માટે પરિવારની સામે પડી લવમેરેજ કર્યા તે જ બીજા યુવકને લઈને ભાગી ગઈ

એક ખૂબ શોકિંગ અને સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી લગ્નના 45 દિવસમાં જ નવા બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. પતિએ કહ્યું હતું કે લગ્ન બાદ તે બીજા કોઈ સાથે વાત કરી હતી. એક વખત વાત કરતા પકડી પાડી તો પત્નીએ કહ્યું હતું કે મારે તમારી સાથે નહીં પણ તેની સાથે રહેવું છે. મારે નવો બોયફ્રેન્ડ જ જોઈએ છે

બિહારના પટનાના રેનિયા ગામમાં રહેલા 22 વર્ષીય યુવક સત્યાનંદની બે વર્ષ પહેલાં 20 વર્ષીય સુમન ઉર્ફે રાની કુમારી સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ થવા લાગ્યો હતો. પ્રેમ એટલો બધો વધી ગયો હતો કે બંને રાત-દિવસ મોબાઈલ પર વાતો કરતા રહેતા. જ્યારે આની ખબર ખબર પડી ગઈ તો પરિવારે તેનો વિરોધ કર્યો હતો.

બીજી તરફ પરિવારના વિરોધ છતાં સત્યાનંદ અને સુમને એકબીજાનો સાથ છોડવા તૈયાર નહોતા. બંનેએ દોઢ મહિના પહેલા એપ્રિલ 2022માં લગ્ન કરી લીધા હતા. હજી કપલ લગ્ન સંસાસ શરૂ કરે એ પહેલાં જ ન થવાનું થયું હતું. પતિએ આરોપ મૂક્યો હતો કે લગ્ન બાદ સાસરે આવેલી સુમન આખી રાત કોઈ સાથે બીજા યુવક સાથે ફોન પર વાત કરતી રહેતી હતી. પતિએ વિરોધ કરતી તો તેની પણ વાત સાંભળતી નહોતી.

દરમિયાન ગયા સોમવારે પતિ ઉંઘી રહ્યો હતો ત્યારે પત્ની ઘરમાં રાખેલા 20 હજાર રૂપિયા રોકડા અને મંગળસૂત્ર સહિતના સોનાના ઘરેણા લઈને પ્રેમી સામે ફરાર થઈ ગઈ હતી.

પતિએ પોલીસમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલાં જ પત્ની સુમનનું કોઈ યુવક સાથે ચક્કર ચાલતું હતું. જોકે એ વખતે તેને આ વાતની જાણકારી નહોતી. લગ્ન પછી જ્યારે તેણે અન્ય યુવક સાથે વાત કરવાની મનાઈ કરી હતો તે રોકડ-સોનાના ઘરેણા લઈને ભાગી ગઈ હતી.

You cannot copy content of this page