Only Gujarat

National

જાહેર રસ્તામાં યુવક-યુવતીને ચાલુ બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્કૂટી પર રોમાંસ કરવાનો એક વીડિયો વાયરલ બન્યા બાદ હરદોઈમાં બીજો એક આવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઈક પર સવાર એક યુવાન તેની મહિલા મિત્રને આગળ બેસાડીને તેજ ઝડપે બાઈક ચલાવી રહ્યો છે. હવે પોલીસ બાઈકના નંબરના આધારે કપલને શોધી રહી છે અને તેમના વિશે માહિતી એકઠી કરી રહી છે.

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બાઈક પર રોમાન્સ કરતા પ્રેમી યુગલનો આ વીડિયો તાજેતરનો જ હોય એવું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો સીતાપુર રોડ પર દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના ઈટૌલી ગામની પાસેનો છે. વીડિયોમાં બાઈક પર સવાર યુવાન તેની પ્રેમિકાને બાઈક પર આગળ બેસાડીને ભીડ-ભાળવાળા રસ્તા પર તેજ ઝડપે બાઈક ચલાવી રહ્યો છે.

આ દરમિયાન તે બાઈક પર આગળ બેસેલી યુવતી સાથે રોમાંસ પણ કરતો જોવા મળે છે, આ દરમિયાન કોઈ કાર સવારે, રસ્તા વચ્ચે ચાલુ બાઈકે રોમાંસ કરતા આ કપલનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ પહેલાં લખનઉંમાં સ્કૂટી અને કારની અંદર ઊભા રહીને રોમાંસ કરતા એક કપલના વીડિયો વાયરલ બન્યો હતો.

જેના વીડિયો સામે આવ્યા બાદ બંને ઘટનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે હરદોઈ જિલ્લામાં બાઈક પર કપલના રોમાંસનો વીડિયો વાયરલ બન્યા બાદ પોલીસ વાયરલ વીડિયોમાં બાઈકના નંબરના આધારે બંનેને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નંબર ટ્રેસ થતાં જ કપલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page