Only Gujarat

International

એક ઝાટકે બદલાઈ ગઈ મજૂરની કિસ્મત, રાતોરાત બની ગયો 25 કરોડ રૂપિયાનો આસામી

ડોડોમા, તાન્ઝાનીયા: ઘણીવાર લોકોનું ભાગ્ય એક ઝાટકે બદલાઈ જાય છે અને તેઓ કરોડપતિ બની જાય છે. આ કેસ ત્યારે રસપ્રદ બની જાય છે જ્યારે કોઈ ગરીબ મજૂર સાથે આવી ઘટના બને છે. આવા સમય તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક ઘટના તાન્ઝાનીયાથી સામે આવી છે. અહીં એક ખોદકામ કરતા મજૂરનું ભાગ્ય એટલું બદલાયું કે તે કરોડપતિ તો બન્યો સાથે સંપૂર્ણ દેશ તેની સફળતાનો સાક્ષી બન્યો અને લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા.

ધ ગાર્ઝિયનની એક રિપોર્ટ અનુસાર તાન્ઝાનીયાના એક મજૂરને 2 અનોખા રત્ન મળ્યા હતા. આ રત્ન બદલ તાન્ઝાનીયા સરકારે તેને એટલી મોટી રકમ આપી કે તમામ લોકો દંગ રહી ગયા. સાનિનીયૂ લૈજર નામના આ મજૂરને સરકારે 7.74 બિલિયન ડૉલર તાન્ઝાનિયા શિલિંગ એટલે 3.35 મિલિયન ડૉલર (અંદાજે 25 કરોડ 36 લાખ રૂપિયા)નો ચેક આપ્યો.

લૈજરનું એક કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું. ઉત્તરી તાન્ઝાનીયાના મનયારા ક્ષેત્રમાં આયોજીત કાર્યક્રમમાં દેશના ખાણ-ખનીજ મંત્રી સાઈમન મસનજિલાએ કહ્યું કે, આ ઐતિહાસિક ઘટના છે. તેમણે આ અગાઉ આટલા મોટા કદના ટેન્જેનાઈટ જોયા નથી.

આ અનોખા પ્રકારના દુર્લભ પથ્થરોને બેંક ઓફ તાન્ઝાનીયાએ ખરીદયા છે. બેંકે લૈજરને આ મુદ્દે તો ચેક થકી ચુકવણી કરતા સંપૂર્ણ સમારોહમાં તાળીયોનો ગળગળાટ સાંભળવા મળ્યો હતો. આ કાર્યક્રમનું ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આ સમયે દેશના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીએ લૈજરને ફોન કરી શુભકામનાઓ પાઠવી હતી.

તાન્ઝાનીયાએ ગત વર્ષે સમગ્ર દેશમાં એવા વ્યાપારિક કેન્દ્ર સ્થાપિત કર્યા જ્યાં ખોદકામ કરતા મજૂરો સરકારને રત્ન અને સોનું વેચી શકે છે. તેનો હેતુ ગેરકાયદે થતા વેપારને અટકાવવાનું હતું. હાલ સનિનીયૂ લૈઝર નામના વ્યક્તિની સંપૂર્ણ કહાની તાન્ઝાનીયામાં છવાયેલી છે. ઈન્ટરનેશનલ મીડિયામાં પણ તેની કહાણી છવાયેલી છે. લોકો તેને ઘણો ભાગ્યશાળી ગણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સહિતના વિવિધ દેશોની ખાણમાં ખોદકામ કરતા મજૂરના હાથમાં ઘણા કિંમતી રત્ન મળી આવે છે અને તે કરોડપતિ બની જાય છે.

You cannot copy content of this page