Only Gujarat

Bollywood FEATURED

29 વર્ષની TV અભિનેત્રીએ ઝેર ગટગટાવ્યું, લાઈવ વીડિયોમાં પ્રેમી સામે કર્યો આપઘાત

કન્નડ ભાષાની ટીવી સીરિયલ્સમાં કામ કરતી એક્ટ્રેસ ચંદનાને ઝહેર પી લાઇવ વીડિયો રેકોર્ડ કરી સુસાઇડ કરી લીધું છે. ચંદનાએ તેના બૉયફ્રેન્ડ પર ઘણા મોટા-મોટા આરોપ મૂક્યા છે. એક્ટ્રેસે વીડિયોમાં કહ્યું છે કે, તેના બૉયફ્રેન્ડ દિનેશે તેની સાથે દગો કર્યો છે. લગ્નનો વાયદો કરી તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું છે. ચંદનાએ માત્ર 29 વર્ષની ઉંમરમાં જ જીવન ટુંકાવી દીધું છે. એક્ટ્રેસે 28 મેએ આત્મહત્યા કરી હતી, પરંતુ તેના સમાચાર સોમવાર, 1 જૂને આવ્યા.

મળેલા રિપોર્ટ્સ અનુસાર, ચંદના અને દિનેશ વચ્ચે છેલ્લાં 5 વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. તેણે પોતાની આત્મહત્યા માટે દિનેશને જ જવાબદાર ઠેરવી કહ્યું કે, તેના બૉયફ્રેન્ડે તેની પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને ઘણા મહિનાઓથી તેને નજરઅંદાજ કરી રહ્યો હતો.

દિનેશ પર એ આરોપ પણ છે કે, તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. ચંદનાએ આરોપ મૂક્યો છે કે, દિનેશે લગ્નની લાલચ આપી તેને પ્રેગ્નન્ટ કરી દીધી હતી અને તેની પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર પણ લીધા હતા. ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.

ચંદનાના પરિવારજનોને દિનેશ સાથેના સંબંધોની ખબર હતી. ચંદનાએ આરોપ મૂક્યો છે કે, જ્યારે તેનો પરિવાર લગ્નની વાત કરવા દિનેશેના ઘરે ગયો તો, તેમનું ખૂબજ અપમાન કરવામાં આવ્યું અને કહ્યું કે દિનેશનાં લગ્ન ચંદના સાથે નહીં પણ કોઇ બીજી છોકરી સાથે થશે.

રિપોર્ટ્સ અનુસાર, દિનેશ જ ચંદનાને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ઇલાજ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ દિનેશ હોસ્પિટલમાંથી ભાગી ગયો. પોલીસે દિનેશ અને તેના પરિવારજનો વિરૂદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page