Only Gujarat

Bollywood

નિક જોનાસની પત્ની પ્રિયંકા ચોપરાએ આવી રીતે જેઠાણીને વિશ કર્યો બર્થ-ડે

મુંબઈઃ પ્રિયંકા ચોપરા કોરોનામાં પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સોશિયલ મીડિયામાં પ્રિયંકા પોતાની અને પરિવારની દરેક નાની-મોટી ખુશીને શેર કરતી રહે છે. આ દરમિયાન તેમને મોટી જેઠાણી ડેનિયલ જોનસને બર્થડે વિશ કર્યો છે. ડેનિયલને 34મો બર્થડે વિશ કરતાં પ્રિયંકાએ તેમની સાથે ઇન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં દેરાણી-જેઠાણી વ્હાઇટ ગાઉનમાં જોવા મળ્યાં હતાં. પ્રિયંકાએ લખ્યું કે, ‘હેપ્પી બર્થડે ડેનિયલ, તમને પ્રેમ અને ખુશી હંમેશા મળતી રહે.’ ઉલ્લેખનીય છે કે, જેઠાણી-દેરાણી વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે.

ડેનિયલ, પ્રિયંકાના પતિ નિક જોનસના મોટા ભાઈ કેવિન જોનસની પત્ની છે. ડેનિયલ રિયાલિટી શૉમાં કામ કરી ચૂકી છે.

પ્રિયંકાની જેઠાણીએ હેર ડ્રેસિંગ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી. ડેનિયરના પતિ કેવિન પણ પરિવારના બીજા સભ્યોની જેમ સિંગર અને એક્ટર છે.

વાત જો પ્રિયંકાના સાસરિયાની કરીએ તો તેમનો પરિવાર ખૂબ જ મોટો છે. જેમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નિકના 3 ભાઈ-ભાભી, એક દિયર અને ભત્રીજી પણ છે.

તો નિકના મોટા ભાઈ કેવિન જોનસ અમેરિકન મ્યૂઝિશિયન છે અને કેટલીક અમેરિકન ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત નિકને બીજો એક ભાઈ જો જોનસ પણ અમેરિકાનો પોપ્યુલર સિંગર છે. તો ત્રીજો ભાઈ ફ્રેન્કી લાઇમલાઇટથી દૂર રહે છે.

પ્રિયંકાએ હાલમાં જ તેમના પતિ નિક જોનસ સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં બંને એક કારમાં બેઠા હતાં અને પ્રિયંકાએ તેનું માથું નિકના ખભા પર રાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિક જોનસએ વર્ષ 2018માં 1 અને 2 ડિસેમ્બરે રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યાં હતાં. બંનેના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં થયાં હતાં. બંનેએ પહેલાં હિંદુ અને પછી ક્રશ્ચિયન રીતિ-રિવાઝથી લગ્ન કર્યાં હતાં.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘ધી સ્કાઇ ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમે લીડ રોલ પ્લે કર્યો હતો. અત્યારે પ્રિયંકા પાસે કોઈપણ બોલિવૂડ ફિલ્મની ઓફર નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page