Only Gujarat

Bollywood

આ છે માધુરી દીક્ષિતનો મોટો પુત્ર, બિલકુલ પપ્પાની કાર્બન કોપી લાગે છે

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતનો મોટો દીકરા અરિન 17 વર્ષનો થઇ ચૂક્યો છે.17 માર્ચ 2003ના રોજ જન્મેલા અરિના બર્થ-ડે પર તેની માતા માધુરીએ એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં મા દીકરો સુંદર જંગલોમાં ફરતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે માધુરીને બે દીકરા છે. મોટા દીકરા અરિન સિવાય નાનો દીકરો રેયાન છે. માધુરીએ 17 ઓટ્કોબર 1999ના રોજ લોસ એન્જલસ, કેલિફોર્નિયાના કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યા હતા. નેને પણ મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. લગ્ન બાદ માધુરી 10 વર્ષ સુધી અમેરિકામાં રહી. જોકે, 2011માં તે પરિવાર સાથે ભારત પાછી ફરી હતી.

17 વર્ષનો અરિન તેના પપ્પા શ્રીરામ નેનેની કાર્બન કોપી લાગે છે. હાઇટ, પર્સનાલિટી તેના પપ્પા સાથે મેળ ખાય છે. જ્યારે માધુરીનો નાનો દીકરો રેયાન હાલમાં મુંબઇની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. રેયાનને તેની મમ્મીની જેમ ડાન્સ કરવો પસંદ છે. 21 વર્ષ અગાઉ માધુરીના લગ્નમાં બોલિવૂડના એક્ટર દિલીપ કુમાર, તેમની પત્ની અને એક્ટ્રેસ સાયરા બાનો, શ્રીદેવી, તેના પતિ બોની કપૂર, અમરીશ પુરી, પ્રેમ ચોપરા, નમ્રતા શિરોડકર અને એમએફ હુસૈન સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા.

લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે 2003માં માધુરીએ મોટા દીકરા અરિનને જન્મ આપ્યો હતો. અરિનના જન્મના બે વર્ષ બાદ 2005માં તેણે નાના દીકરા રેયાનને જન્મ આપ્યો હતો. 80 અને 90ના દાયકામાં બોલિવૂડની ટોપ એક્ટ્રેસ રહેલી માધુરીએ 1984માં આવેલી ફિલ્મ અબોધથી કરિયરની શરૂઆત કરી હતી.

બાદમા માધુરીએ ‘તેજાબ’, ‘રામ લખન’, ‘પરિંદા’, ‘દિલ’, ‘સાજન’, ‘બેટા’, ‘ખલનાયક’, ‘હમ આપકે હૈ કૌન’, ‘દિલ તો પાગલ હૈ’, ‘મૃત્યુદંડ’ અને ‘દેવદાસ’ જેવી  યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું. ભલે માધુરીએ 80ના દાયકામાં કરિયરની શરૂઆત કરી હોય પરંતુ તેને પ્રથમ સફળતા આઠ વર્ષો બાદ બ્લોકબસ્ટર ફિલ્મ તેજાબથી મળી હતી. આ સફળતા બાદ તેણે અનેક હિટ ફિલ્મો આપી હતી.

માધુરી દીક્ષિતે ફક્ત ત્રણ વર્ષની ઉંમરમાં ડાન્સ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કથક કલાની પ્રેક્ટિસ શરૂ કરી બાદમાં તે એક ટ્રેન્ડ પ્રોફેશનલ કથક ડાન્સર બની હતી. માધુરી દીક્ષિતે પોતાના શરૂઆતના દિવસોમાં એક્ટ્રેસ નહી પરંતુ માઇક્રોબાયોલોજિસ્ટ બનવા માંગતી હતી પરંતુ બાદમાં નસીબના કારણે તે બોલિવૂડમાં આવી ગઇ હતી અને સફળ એક્ટ્રેસ બની.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page