Only Gujarat

Bollywood TOP STORIES

કાજલ અગ્રવાલની જેમ જ ગ્લેમરસ છે તેની બહેન, સુંદરતામાં બહેનને પણ આપે છે માત

મુંબઈઃ સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ‘સિંઘમ’થી પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તે ‘સ્પેશિયલ 26’ અને ‘દો લફ્ઝો કી કહાની’માં પણ નજર આવી હતી. કાજલ ભલે બોલીવૂડમાં પોતાની નામના ના મેળવી હોય પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કાજલનું નામ ટોપની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે પરંતુ કાજલની નાની બહેન વિશે પણ જાણવા જેવું છે.

કાજલ અગ્રવાલની નાની બહેનનું નામ નિશા અગ્રવાલ છે. નિશા પણ કાજલની જેમ જ અભિનેત્રી છે. નિશા ઉંમરમાં કાજલથી ચાર વર્ષ નાની છે. નિશાએ 2010માં તેલુગુ ફિલ્મ ‘Yemaindi Ee Vela’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. નિશાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મો કરી છે.

નિશાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અદાઓથી દર્શકોનું દિલ જીત્યું અને સાથે જ તેમણે અનેક હિટ ફિલ્મો પણ આપી.

પરંતુ ફિલ્મોમાં કામ કરતી વખતે નિશાએ લગ્ન પણ કરી લીધા. નિશાએ વર્ષ 2013માં એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા.

નિશાએ લગ્ન બાદ ફિલ્મી કરિયર છોડી દીધું. નિશા છેલ્લે મલયાલમ ફિલ્મ ‘કઝિન્સ’માં દેખાઇ હતી. જોકે, નિશા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા નિશાની બિકિનીની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page