Only Gujarat

Bollywood

મંદિરા બેદી સાડી હોય કે લુંગી કે પછી બિકીની… કંઈ પણ પહેરે લાગે છે એકદમ હોટ એન્ડ સેક્સી

ટીવીની દુનિયાથી બોલીવુડ સુધીની સફર કરનાર મંદિરા બેદી સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલતા ચાલતા તે પોતાના ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. તેમની તસવીરો ચાહકોને પસંદ પણ આવે છે. પરંતુ કેટલીક વાર તે ટ્રોલ પણ થઈ જાય છે. ફરી એકવાર તેની સાથે આવું જ થયું છે.

થયું એવું કે મંદિરાએ હાલમાં જ ડિઝાઈનર સત્યપૉલની ડિઝાઈન કરેલી સાડીમાં પોતાના ફોટોસ પોસ્ટ કર્યા.

મંદિરા બેદી આ તસવીરમાં સ્ટાઈલિશ લાગી રહી છે. મંદિરાના કેટલા ચાહકોને આ લૂક સારો લાગ્યો તો મોટા ભાગના એવા રહ્યા, જેને મંદિરાનો આ લૂક જરાય ન ગમ્યો.

મંદિરાના આ લૂકના ટ્રોલ કરનારા યૂઝર્સે લખ્યું કે, આ સાડી છે કે બિકિની છે કે પછી લુંગી છે. યૂઝર્સે એવું પણ લખ્યું કે, આવી સાડી શું કામની. કેટલાકે તો એવું પણ લખ્યું કે, આવી સાડી પહેરીને કોઈ બીજાની સામે કેવી રીતે આવી શકે.

જણાવી દઈએ કે મંદિરા ઘણીવાર સાડીમાં પોતાના ફોટોસ પોસ્ટ કરે છે. સાડીમાં તે ખૂબસૂરત નજર આવે છે. (તસવીરોઃ મંદિરા બેદી ઈન્સ્ટાગ્રામ)

You cannot copy content of this page