દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ મોટા નેતાઓના સુરક્ષા કર્મીઓ અવારનવાર કાળા ચશ્માં પહેરેલા જોવા મળે છે. આ સુરક્ષા જવાનોને જોઈને હંમેશાં આપણા મગજમાં એક વાત આવે છે, આખરે આ લોકો કાળા ચશ્માં કેમ પહેરે છે? ચાલો જાણીએ કે, કયાં ખાસ કારણોને લીધે સુરક્ષા કર્મીઓ કાળા ચશ્મા પહેરે છે.

આંખોની હરકતોને કોઈ જોઈ ન શકે
સુરક્ષા કર્મચારી કે બોડીગાર્ડ કાળા ચશ્મા એટલા માટે પહેરે છે, જેથી કોઈની નજર ન પડે કે તેઓ કઈ બાજુ જોઇ રહ્યા છે. હકીકતમાં, સુરક્ષા કર્મચારીઓ કાળા ચશ્માનો ઉપયોગ એટલા માટે કરે છે, જેથી ઝડપ દરમ્યાન તેઓ કંઈ બાજુ જોઈ રહ્યા છે તે કોઈ જાણી ન શકે.

સિક્યુરિટી ગાર્ડ્સને અપાય છે એક ખાસ તાલીમ
તમામ વીવીઆઈપીના બહુજ મજબૂત ઘેરામાં તૈનાત સુરક્ષા ગાર્ડોને એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં તેમને આંખોથી મગજની દરેક વાતોને વાંચવાની તરકીબ શીખવવામાં આવે છે. આ લોકો એ રીતે ટ્રેનિંગ પામેલાં હોય છેકે, આંખો અને શરીરની ભાષા વાંચીને આગળનાં પગલાંને પહેલાંથી જ સમજી શકે છે.

ખતરાથી બચવા માટે પહેરે છે કાળા ચશ્મા
સુરક્ષાકર્મી કાળા ચશ્મા એટલા માટે પહેરે છે, જેથી ધૂળ, બોમ્બ, ગોળીબાર અથવા તો કોઈ પણ કારણોસર તેમણે કઠોર પરિસ્થિતીનો સામનો કરવાનો આવે તો તેમની આંખો સુરક્ષિત રહે છે.

પ્રકાશને કારણે પણ આંખો ઉપર થાય છે અસર
પ્રકાશથી બચવા માટે પણ સુરક્ષાકર્મીઓ કાળા ચશ્માનો ઉપયોગ કરે છે. જ્યારે તડકો વધારે હોય છે તે દરમ્યાન આંખો વધારે સમય સુધી તાપ સહન કરી શકતી નથી. અને જ્યારે તમે બહારથી અંદર આવો છો તો વધારે સ્પષ્ટ દેખાતું નથી. આ કારણે બોડીગાર્ડ કાળા ચશ્મા પહેરે છે.