Only Gujarat

Bollywood

રિયાનો ભાઈ સુશાંતને કારણે વિદેશી ટૂર કરવા લાગ્યો હતો, પહેલા માંડ ગોવા સુધી જતો

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સહિત બે ડ્રગ પેડલર્સની એનસીબીએ ધરપકડ કરી છે. શુક્રવાર, ચાર સપ્ટેમ્બરના રોજ 10 કલાકની પૂછપરછ બાદ એનસીબીએ શોવિકની ધરપકડ કરી છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના સંદિગ્ધ થયેલા પરિસ્થિતિમાં થયેલા મૃત્યુ બાદ જ તેની ગર્લફ્રેન્ડ રિયા અને તેનો પરિવાર શંકાના દાયરામાં છે.

રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક અત્યારે 24 વર્ષનો છે. તેનો જન્મ બેંગ્લોરમાં 28 ઑગસ્ટ, 1996માં થયો હતો. શોવિકના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી આર્મીમાં ડૉક્ટર હતા. ટ્રાન્સફર્બેલ જોબ હોવાને કારણે શોવિક પિતા સાથે ભારતની અનેક જગ્યાઓ ફર્યો હતો. શોવિકનો શરૂઆતનો અભ્યાસ આર્મી સ્કૂલમાં થયો. રિયાએ પણ ત્યાંથી જ અભ્યાસ કર્યો છે.

કેટલાક વર્ષો બાદ શોવિકનો પરિવાર મુંબઈ આવી ગયો અને શોવિકે અહીં બૉમ્બે સ્કૉટિશ સ્કૂલ, માહિમથી આગળનો અભ્યાસ કર્યો. શોવિક ફાઈનાન્સના અભ્યાસ માટે વિદેશ જવા માંગતો હતો, પણ તે ન જઈ શક્યો.

જો કે રિયા જ્યારે સુશાંત સાથે લિવ ઈનમાં આવી તો શોવિકની જાણે લૉટરી લાગી ગઈ. સપ્ટેમ્બર 2019માં રિયાએ સુશાંતના પૈસાથી બે કંપનીઓ શરૂ કરી, જેનો ડાયરેક્ટર તેના 23 વર્ષના ભાઈ શોવિકને બનાવી દીધો. આ બે કંપનીઓ ફ્રંટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને વિવિડ રેઝ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ છે.

24 વર્ષનો શોવિક પાર્ટી કરવાનો શોખીન છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જુઓ તો તે ફ્રેન્ડ સાથે એન્જૉય કરતો જોવા મળે છે. કેટલાક વર્ષો પહેલા ગોવા અને મુંબઈમાં પાર્ટી કરતો શોવિક સુશાંતની લાઈફમાં બહેન રિયાના આવ્યા બાદ ઈટલી અને લંડનની ટ્રિપ પર મિત્રો સાથે જતો હતો.

શોવિક જમીલા કલકત્તાવાલા નામની કોઈ મૉડલને ડેટ કરી રહ્યા છે. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંત રિયાનો એક જૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં શોવિક જમીલા સાથે નજર આવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંત તેના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત અવસ્થામાં મળ્યા હતા. જે બાદ રિયા ચક્રવર્તી શંકાના દાયરામાં હતી. રિયાની હાલ સીબીઆઈ, ઈડી અને નાર્કોટિક્સ બ્યૂરો પૂછપરછ કરી રહ્યા છે.

You cannot copy content of this page