Only Gujarat

Bollywood FEATURED

મુસ્લિમ ધર્મ માટે આ એક્ટ્રેસે છોડ્યું ગ્લેમર વર્લ્ડ, વહુ બનીને આવી સુરતમાં

એક સમયે સલમાન ખાન સાથે કોઈ ફિલ્મોમાં તો ક્યારેક કોઈ આલ્બમમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી સના ખાન બોલિવૂડને અલવિદા કહી ચૂકી છે પરંતુ તે આજ સુધી સમાચારોમાં રહી છે. તાજેતરમાં જ સના ખાને ગુજરાતના સુરતમાં મૌલવી અનસ મુફ્તી સાથે લગ્ન કર્યા છે. જે બાદ, અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં આવી છે. સનાએ તેના લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ રહી છે.

હવે, સનાએ કહ્યું છે કે, સાસરિયે તેનું કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. સનાએ ગુપ્ત લગ્ન કર્યા હતા. લગ્ન પછી, તેનો કેક કાપતો એક વીડિયો વાયરલ થયો હતો, જેના માધ્યમથી બહાર આવ્યું છે કે તેણે લગ્ન કર્યાં છે. પરંતુ ત્યારબાદથી સના સતત તેના લગ્નના લૂકને ચાહકો સાથે શેર કરી રહી છે. હવે તાજેતરમાં તેણે સાસરિયે તેમનું સ્વાગત કેટલું આલિશાન રીતે કરાયુ તે વિશે જણાવ્યું છે.

વાસ્તવમાં સના ખાને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં બિરયાની બનતી જોવા મળી રહી છે. આ વીડિયોની સાથે સાન ખાને લખ્યું, ‘સાસુ મા મારા માટે બિરયાની બનાવે છે’. આ સાથે તેમણે આ બિરયાની કેવી બનાવવામાં આવી રહી છે તે પણ જણાવ્યું છે.

એક વીડિયોમાં દહીં નાંખતા બતાવવામાં આવ્યું છે. એક વિડિયોમાં, ચોખાનું બીજું સ્તર, જ્યારે ત્રીજા વિડિયોમાં ડુંગળી અને મસાલાઓનું મિશ્રણ કરતા બતાવવામાં આવ્યું છે. આ જોઈને, અનુમાન લગાવી શકાય છે કે સનાનું શાહી શૈલીમાં તેના સાસરે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાસરીમાં પણ, દરેક વ્યક્તિ તેને ખૂબ જ પસંદ કરે છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, સના ખાને મૌલાના અનસ મુફ્તી સાથે ગુપ્ત રીતે 20 નંબરનાં રોજ લગ્ન કર્યા હતા. નિકાહના બે દિવસ બાદ સનાએ તેની અને તેના પતિની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને આ માહિતી આપી છે. તસવીર શેર કરતાં સનાએ લખ્યુ હતુ, ‘અલ્લાહ માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કર્યાં, અલ્લાહ આપણને આ દુનિયામાં સાથે રાખે અને સ્વર્ગમાં ફરી મળાવે’.

You cannot copy content of this page