Only Gujarat

Bollywood

બોલિવૂડ કલાકારોના નિક નેમ જાણીને તમને આશ્ચર્ય થવાની સાથે હસવું પણ આવશે

મુબઈ: ફિલ્મી સિતારાઓના નામનું ઘણા લોકોને આકર્ષણ હોય છે. ઘણા લોકો પોતાનું કે પોતાના સંતાનનું નામ ફિલ્મી કલાકારોના નામ પરથી પણ રાખતા હોય છે. બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમા આવ્યા પછી કલાકારોના નામ બદલાઈ જવા પણ સામાન્ય વાત છે. જેમ કે રાજીવ ભાટિયામાંથી અક્ષય કુમાર, રીમાથી મલ્લિકા શેરાવત, ફરહાનમાંથી જહોન અબ્રાહમ. પણ તમને જાણીને નવાઈ લાગશે અને હસવું પણ આવશે કે તમારા મનપસંદ સિતારોના ફની નિક નેમ છે. આવો અમે તમને જણાવીએ છીએ બોલિવૂડ કલાકારોના ફની નિક નેમ.

આલિયા ભટ્ટ
અભિનેત્રી આલિયા ભટ્ટ બાળપણમાં ખૂબ જાડી અને ક્યૂટ લાગતી હતી. આલિયાને શાકમાં પણ આલુ જ પસંદ હતા. એટલા માટે તેના પરિવારજનોએ તેનું નામ જ ‘આલુ’ રાખી દીધું હતું. આલિયાના નજીકના લોકો આજે પણ તેને આ જ નામથી ઓળખે છે.

રીતિક રોશન- ડુગ્ગુ
બોલિવૂડના હેન્ડસમ હંક તરીકે ઓળખાતા રીતિકને ઘરમાં બધા પ્રેમથી ‘ડુગ્ગુ’ કહે છે. રીતિકના પિતા રાકેશ રોશનનું નિક નેમ ‘ગુડ્ડુ’ છે. એટલા માટે તેમણે પુત્રનું નામ પણ પોતાના નામ સાથે મળતું રાખ્યું છે.

રણબીર કપૂર- રેમન્ડ
અભિનેતા ઋષિ કપૂરનું કહેવું છે કે તેણે ક્યારેય પોતાના બાળકોના નિક નેમ રાખ્યા નથી. પણ મા તો મા હોય છે. ઋષિ કપૂરે દીકરાનું કોઈ નિક નેમ ન રાખ્યું તો મમ્મી નીતુ કપૂર પોતાના દીકરાને ‘રેમન્ડ’ કહીને બોલાવવા લાગી. બાળપણમાં રણબીર કપૂર હંમેશા સજીધજીને અને વ્યવસ્થિત રહેવાનું પસંદ કરતો હતો. તેની આ આદતથી પરેશાન થઈને મમ્મી નીતુ કપૂરે તેનું નામ ‘રેમન્ડ’ રાખી દીધું હતું.

અક્ષય કુમાર – રાજુ
અક્ષય કુમારને આમ તો ઈન્ડસ્ટ્રિઝમાં લોકો અને તેના ફેન્સ ‘અક્કી’ કહીને બોલાવે છે. પણ અક્ષયનું સાચુ નામ રાજીવ ભાટિયા છે. એટલા માટે તેના કેટલાક મિત્રો અને નજીકના દોસ્તો તેને ‘રાજુ’ કહીને બોલાવે છે.

પ્રિયંકા ચોપડા- મિમિ
અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું ઘરમાં નામ ‘મિમિ’ છે. એવું એટલા માટે કેમ કે પ્રિયંકા બાળપણમાં ઘણા લોકોની નકલ કરતી હતી. તેના કારણે તેને ઘરમાં બધા ‘મિમિ’ કહીને બોલાવવા લાગ્યા. પ્રિયંકાના ઘણા ફેન્સને ‘પિગી ચોપ્સ’ અથવા ‘દેશી ગર્લ’ નામથી પણ ઓળખે છે.

સોનમ કપૂર- જિરાફ
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર બોલિવૂડમાં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. પણ ઓછા લોકો જાણે છે કે સોનમનું પણ નિક નેમ છે. સોનમના પિતા અનિલ કપૂર પોતાની દીકરીની ઉંચાઈને કારણે તેને ‘જિરાફ’ કહીને બોલાવે છે. એટલા માટે આજુબાજુના લોકો પણ તેને આ જ નામથી બોલાવવા લાગ્યા અને આ તેનું નિક નામ પડી ગયું.

ઐશ્વર્યા રાય બચ્ચન- ગુલ્લુ
બચ્ચરન પરિવારની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાયને આમ તો બધા ‘એશ’ના નામથી બોલાવે છે. પણ બહુ જ ઓછા લોકોને ખબર છે કે ઐશ્વર્યાનું નિક નેમ પણ છે. ઐશ્વર્યાને પરિવારના નજીકના લોકો ‘ગુલ્લુ’ નામથી પણ બોલાવે છે.

શ્રદ્ધા કપૂર- ચિરકુટ
અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નિક નેમ ‘ચિરકૂટ’ છે. તેને આ નામ આપ્યું છે તેના બાળપણના દોસ્ત અને બોલિવૂડ અભિનેતા વરૂણ ધવને. વરૂણ અને શ્રદ્ધા બાળપણથી સાથે ભણતા હતા. બંને એકબીજાના ખૂબ સારા દોસ્ત પણ છે. વરૂણે ‘ચિરકુટ’ નામ રાખ્યા બાદ શ્રદ્ધાનું નામ જ ‘ચિરકુટ’ પડી ગયું.

વરૂણ ધવનન
અભિનેતા વરૂણ ધવનને કરણ જોહરે પોતાની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’થી લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ પછી વરૂણે ઉપરાઉપરી સફળ ફિલ્મો આપી પોતાની જાતને સાબિત કરી હતી. વરૂણ ધવનનું નિક નેમ ‘પપ્પુ’ છે. જોકે આ નામ બાબતે કોઈ વધુ જાણતું નથી. લોકો તેને વરૂણ કહીને જ બોલાવે છે.

ઋષિ કપૂર-ચિન્ટુ
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરને આમ તો બધા તેના રીયલ નામથી ઓળખે છે. પણ તેને ઘરમાં બધા પ્રેમથી ‘ચિન્ટુ’ કહે છે. ઋષિ કપૂરની પર્સનાલિટીને જોઈને તેનું આ નામ ખૂબ ફની લાગે છે. જોકે થોડાક દિવસ પહેલાં જ ઋષિ કપૂરે ટ્વિટર પર સલાહ આપી હતી કે લોકોએ પોતાના બાળકોના નિક નેમ ન રખાવા જોઈએ.

કરીના કપૂર ખાન- બેબો
કપૂર ખાનદાનમાં નિક નેમ રાખવાનો રિવાજ છે. કરીના કપૂર ખાનનું નિક નેમ ‘બેબો’ છે કરિનાને ઘરમાં પ્રેમથી બધા ‘બેબો’ કહીને બોલાવે છે. જોકે કરીનાના આ નામ અંગે મોટાભાગના ફેન્સને ખબર જ છે.

કરિશ્મા કપૂર – લોલો
કપૂર ખાનદાનની વધુ એક દીકરી કરિશ્માનું પણ ફની નિક નેમ છે. બોલિવૂડમાં જેનો એક સમયે ડંકો વાગતો હતો એ અભિનેત્રી કરિશ્મા કપૂરને ઘરમાં બધા ‘લોલો’ નામથી બોલાવે છે. તેનું આ નામ પરિવારે જ રાખ્યું છે.

You cannot copy content of this page