Only Gujarat

Sports

સ્વરૂપવાન પત્નીને છોડીએ પતિ અન્ય મહિલા સાથે શરૂ કર્યું અફેર, પત્નીએ ઘડ્યો ખોફનાક પ્લાન

પતિ પત્નીમાં નાના-મોટા ઝઘડા સામાન્ય વાત છે પરંતુ આ ઝઘડા ક્યારેક એવું ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે કે, પતિ પત્ની એક બીજાની હત્યા કરવાનો પ્લાન પણ ઘડી કાઢે છે. તુર્કીમાં આવી જ એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફૂટબોલરની પત્ની તેના પતિથી કંટાળીને તેની હત્યાની સોપારી આપી દીધી. તે પતિથી છૂટકારો મેળવવા માટે કરોડો રૂપિયા પણ ખર્ચવા તૈયાર હતી. જો કે તેનો પ્લાન સફળ ન થયો.

તુર્કીના ફૂટબોલર અમ્રે અસિફની પત્ની યાગમુર વચ્ચે તણાવ વધી ગયો હતો. યાગમુરે અસિફની હત્યા માટે 9.30 કરોડની સોપારી આપી દીધી. મીડિયા રિપોર્ટસ મુજબ યાગમુરે પતિના કથિત અફેરથી કંટાળીને તેના મર્ડરનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

યાગમુરે કોન્ટ્રાક્ટ કિલરને 9.30 કરોડની સોપારી આપી. આ સાથે પતિની હત્યા માટે તેમને હથિયાર પણ અપાવ્યાં. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ યાગમુરે કિલરને પતિની ડેડબોડીને ઠેકાણે પાડવામાં મદદ કરવાનો પણ વાયદો કર્યો હતો. જો કે આ સંપૂર્ણ ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું જ્યારે કિલરે જ યાગમુરનો ભાંડો ફોડી દીધો.

કિલરે અંતિમ ઘડીએ ફૂટબોલર અસિફને પત્નીના હત્ચાના કાવતરા વિશે જણાવી દીધું. ત્યારબાદ યાગમુર અને કિલરની ધરપકડ થઇ ગઇ. બંને પર મર્ડરનો પ્લાન ઘડવાના આરોપસર કેસ ચાલશે.

અસિફે યાગમુર સાથે આઠ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અસિફના કથિત અફેરને લઇને બંને વચ્ચે તણાવ વધી ગયો હતો. અસિફે તુર્કી માટે 34 આંતરરાષ્ટ્રિય મેચ રમ્યાં છે

 

You cannot copy content of this page