Only Gujarat

National

ડ્યૂટી પર કાંખમાં છોકરીને લઈને બે હાથ જોડીને લોકડાઉન ન તોડવા સમજાવે છે આ કોન્સ્ટેબલ

લખનઉઃ દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ફક્ત આવશ્યક સેવાઓ માટે પ્રૂફ બતાવીને ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. દુકાનો અને પરિવહન બધુ બંધ છે. સંકટના આ સમયમાં ઉત્તરપ્રદેશ પોલીસનો એક ચહેરો સામે આવ્યો છે જેની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. યુપી પોલીસ કોઇ ભૂખ્યાને ભોજન આપી રહી છે તો જરૂરિયાતમંદ લોકોને દવા પહોંચાડી રહી છે. એવામાં લખનઉમાં એક મહિલા કોન્સ્ટેબલની હિંમતની લોકો પ્રશંસા કરી રહ્યા છે.


આ મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ સીમા યાદવ છે. હાલમાં આ મહિલા કોન્સ્ટેબલ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલને એક 9 મહિનાની દીકરી છે. દીકરીની સારસંભાળી રાખવી અને લોકડાઉનમાં ડ્યૂટી નિભાવવી બંન્ને તેના માટે આવશ્યક છે.


એવામાં આ મહિલા કોન્સ્ટેબલ દીકરીને તેડીને પોતાની ડ્યૂટી કરવાનો નિર્ણય કર્યો. મહિલા કોન્સ્ટેબલ પોતાની દીકરીને સાથે રાખીને ડ્યૂટી નિભાવી રહી છે. આ સમયમાં સીમા યાદવની ડ્યૂટી લખનઉમાં છે. લોકડાઉનમાં બહાર નીકળતા લોકોને રોકવા માટે તે ફરજ બજાવી રહી છે.


મહિલા કોન્સ્ટેબલની લોકો પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ સીમા યાદવ કોઇ પણ રીતે બેદરકારી રાખતી નથી. તે પાસ વિનાની તમામ ગાડીને રોકીને સવાલ પૂછી રહી છે. આ દરમિયાન તેની દીકરી પણ તેના ખોળામાં જોવા મળી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page