Only Gujarat

Gujarat

ગુજરાતમાં અહીં ઝડપાયું કુટણખાનું, ડમી ગ્રાહકે ખોલી પોલ, ‘મોજ’ માટે અપાતી હતી તમામ ફેસિલિટી

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં છેલ્લા કેટલાક સમયથી ફુલીફાલેલી લોહીના વેપારની બદીને અટકાવવાના સ્થાનિકો તરફથી માગ ઉઠી હતી. જેનો પડઘો પડતા નવનિયુક્ત IPS મહિલા અધિકારીએ બાતમીના આધારે રહેણાક મકાનમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. ચોંકવનારી વાત એ છે કે લોહીના વેપારનો અડ્ડો ચલાવતી મહિલાને તેનો પુત્ર અને પુત્રી પણ મદદ કરી રહ્યા હતા. આ માટે પોલીસે એક ટ્રેપ ગોઠવી હતી અને તેમાં એક ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. આખરે ટ્રેપ સફળ થતાં પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, થરાદમાં દેહવેપારનો ગોરખધંધો ફુલ્યોફાલ્યો હતો. જેનાથી સામાન્ય પ્રજા પરેશાન હતી. થોડા સમય પહેલાં જ થરાદ શહેરના ભાજપ અને કોંગ્રેસના મહિલા મોર્ચા, ભારતવિકાસ પરિષદ, લાયન્સ કલબ ઓફ થરાદ સિટી, માનવસેવા સંગઠન, જલારામ યુવક મંડળ, સમાજસેવિકા અને મિડીયાગ્રુપ તરફથી પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનોએ રજૂઆત કરી હતી કે, થરાદ શહેરમાં દેહવિક્રયની અનૈતિક પ્રવૃતિ ધમધમી રહી છે. તેથી તેને ડામવામાં આવે. જેમાં પંચવટી સોસાયટીમાં પણ એક મહિલા દલાલ મકાનમાં કુટણખાનું ચલાવતી હોઇ તેની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી.

તાલુકાની સંકલન સમિતીની બેઠકમાં પણ ચર્ચા કરાઇ હતી. મહિલા બિયર અને સિગારેટ પીતી હોવાની સાથે બિભત્સ ડાન્સ કરતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. આ પ્રકારની પ્રવૃત્તિ સમાજના ભદ્ર વર્ગને શરમિંદા કરતી હોવાની અનેક રજૂઆતો પોલીસમાં કરવામાં આવી હતી.

આ દરમિયાન નવનિયુક્ત મહિલા પોલીસ અધિકારી પૂજા યાદવને બાતમી મળી હતી કે, કુટણખાનું ચલાવતી મહિલા મોબાઈલ પર ગ્રાહકોનો સંપર્ક કરીને બે હજાર રૂપિયામાં શરીર સુખ માણવા માટે છોકરીઓ પુરી પાડે છે. આ બાતમીના આધારે મદદનીશ એસપી પૂજા યાદવે સ્ટાફ સાથે રેડ કરી હતી. આ કુટણખાનામાં લક્ષ્મી સોની અને તેની પુત્રી શ્વેતા અને પુત્ર યોગેશ સોની ત્રણેય મળી બહારથી છોકરીઓ અને ગ્રાહકોને મોબાઈલ પર સંપર્ક કરી બોલાવતા હતા. ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લઇ શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડતા હતા.

આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણેય વિરુદ્ધ અનૈતિક વેપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4, 5, 6, 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘણા સમયથી ચાલતી અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

You cannot copy content of this page