Only Gujarat

Gujarat

પબુભા માણેકે કર્યો મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમે કહ્યું-‘મારા સમ બાપુને રહેવા દો’

દ્વારકા: વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રબુભા માણેકે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેક જેવા જ મોરારીબાપુને મારવા આગળ વધ્યા ત્યારે મોરારીબાપુ પાસે બેસેલા સાંસદ પૂનમ માડમે પબુભા માણેકને અટકાવી દીધા હતા. પરંતુ પછી પબુભા માણેકે મોરારીબાપુને ગાળો ભાંડો હતી અને તુકારે સંબોધ્યા હતા.

સાંસદ પૂનમ માડમે પબુભાને કહ્યું હતું કે,‘તમને મારા સમ છે બાપુને રહેવા દો.’ આ ઘટના દ્વારકાની છે, મોરારીબાપુએ અગાઉ ભગવાન કૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. જેના કારણે તેમની આકરી ટીકા કરવામાં આવી હતી. તેમના નિવેદનથી આહિર સમાજના લોકોની લાગણી દુભાતા તેમણે તેમને દ્વારકા આવી ભગવાન કૃષ્ણની માફી માગવા માગ કરી હતી.

મોરારીબાપુએ યુપીમાં એક કથા દરમિયાન ભગવાન કૃષ્ણ સંબંધિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે શ્રીકૃષ્ણના વંશજો પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી જેનો વીડિયો વાઈરલ થયો હતો. આહિર સમાજના નારાજ થવાની જાણ મોરારીબાપુને થતા જ તેમણે કૃષ્ણ ભક્તોની માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ સાથે જ તેઓ આહિર સમાજની વાત માનતા દ્વારકામાં શ્રીકૃષ્ણની માફી માગવા અને શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.

દ્વારકામાં મોરારીબાપુ ભાજપના નેતાઓ સાથે મીડિયા સમક્ષ પોતાના નિવેદન બદલ માફી માગવા સંબંધે જણાવી રહ્યાં હતા ત્યારે પબુભા માણેક ઓચિંતા મોરારિ બાપુ તરફ દોડી આવ્યા અને તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે તે અગાઉ જ સાંસદ પૂનમ માડમે પબુભાને રોકી લીધા અને પછી અન્ય લોકો પબુભા માણેકને બહાર લઈ ગયા હતા. જોકે તેઓ ફરીવાર હુમલો કરવા દોડી આવ્યા હતા પરંતુ ફરીવાર સાંસદ પૂનમ માડમે તેમની અટકાવી દીધા હતા.

You cannot copy content of this page