Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં પણ જીસ્મના ઘંધા બેફામ, સુરત બાદ હવે વીરપુરમાં કુટણખાનું ઝડપાયું

રાજકોટ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ વિરપુરમાં ચાલતા અપવિત્ર વ્યવવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિરપુરની સાગર હોટલમાંથી પોલીસે કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસે દરોડો પાડી હોટલ મેનેજર, એજન્ટ અને રૂપલલનાની ધરપકડ કરી છે. આ હોટલમાંથી દારૂ-બીયર પણ મળી આવતા ગ્રાહકોને દારૂ બીયરની સગવડ પણ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. વિરપુરમાં આવેલા સાગર ગેસ્ટહાઉસમાં ASP સાગર બાગમારે દેહ વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી.

વાત એમ છે કે, યુવતીઓને બહારના રાજ્યોમાંથી દેહ વેપાર માટે બોલાવીને ગેસ્ટહાઉસમાં લાવવામાં આવતી હતી. આ અંગેની જાણ પોલીસને થઈ હતી. તેના આધારે એક ડમી ગ્રાહક ગેસ્ટ હાઉસમાં મોકલવામાં આવ્યો હતો. તેમાં એક નેપાળી યુવતી દેહનો વ્યવસાય કરી રહી હોવાની વાત સાબિત થઈ હતી. તેના આધારે જેતપુરના એએસપી સાગર બાગમારે તથા પીએસઆઇ વાછાણી અને સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. જયાં એક રૂમમાંથી એક નેપાળી રૂપલલના મળી આવી હતી.

પોલીસે હોટલ મેનેજર પ્રતિકકુમાર શાંતીલાલ પટેલ તેમજ દલાલ અજય માધવભાઇ ભટ્ટી (રહે. જેતપુર)ની ધરપકડ કરી છે. આ સાથે જ મળી આવેલી નેપાળી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ હોટલમાંથી દારૂ તેમજ વિદેશી બ્રાન્ડના બીયરના ટીન પણ મળી આવ્યા છે. પોલીસે ત્રણેયની પૂછપરછ પણ શરૂ કરી છે અને લોહીનો આ વેપાર ક્યારથી ચાલે છે અને તેમાં અન્ય કોણ કોણ સંડોવવાયેલા છે તેની તપાસ શરૂ કરી છે. આ રૂપલલના હાલ અમદાવાદ રહે છે, પણ તે નેપાળના કાઠમંડૂની વતની હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે દલાલ અજય ભટ્ટી ગ્રાહકો પાસેથી રૂપિયા એક હજાર લઈને રૂપલલનાને 500 રૂપિયા આપતો હતો.

ઉલ્લેખનીય છે કે વિરપુરમાં મોટાપાયે દેહ વેપાર ચાલતો હોય જેની બાતમીના આધારે પોલીસે વિરપુરની સાગર હોટલમાં કાર્યવાહી કરી હતી. આ હોટેલમાં રાજકોટ, ગોંડલ અને જેતપુરના નબીરાઓ નિયમિત આવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

You cannot copy content of this page