Only Gujarat

Gujarat

અમદાવાદના સપૂત રજનીશ પટણી શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ શ્રદ્ધાંજલિ

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય સેનમાં ફરજ બજાવતા મૂળ અમદાવાદના વીર સપૂત રજનીશ પટણી શહીદ થયા તેમના પરિવાર તેમજ અમરાઈવાડી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું. રજનીશ પટણી મેરઠ આર્મી છાવણીમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમનું આકસ્મિક નિધન થયું હતું.

શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એરપોર્ટથી શહીદના પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યો હતો. તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. લોકોની આંખો આંસુથી ભરાઈ આવી હતી. શહીદ વીર જવાન રજનીશ પટણીના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યા પરિવારે તેમના અંતિમ દર્શન કર્યા હતા અને સ્થાનિક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં શહીદની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યા લોકો સામેલ થયા હતા. વીર જવાનને અશ્રુભરી આંખે લોકોએ અંતિમ વિદાય આપી હતી.

આ અગાઉ મૂળ પાલનપુરના અને અમદાવાદમાં રહેતા જવાન બંગાળમાં ફરજ દરમિયાન શહીદ થયા હતા. પાલનપુર તાલુકાના ખોડલા ગામના વીર જવાન સરદારભાઈ બોકા ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

બીજા દિવસે શહીદનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. ત્યારબાદ દાંતીવાડામાં સરદારભાઈ બોકાને BSF બટાલિયન તરફથી ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન પરિવારજનો તેમજ હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.

You cannot copy content of this page