Only Gujarat

Gujarat

લીલીછમ્મ વનરાજી વચ્ચે શાંતિનો આહલાદક અનુભવ કરાવતા આ સ્થળની મુલાકાત જિંદગીભર યાદ રહી જશે

હાલ ચોમાસમાં ડાંગનો વૈભવ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ એટલે કુદરતી સૌંદર્યનો વણખેડાયેલો કિંમતી ખજાનો, ક્રોંકીટ જંગલોના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર શાંતિનો આહલાદક અનુભવ આપતું નૈસર્ગિક સ્થળ, ચારેતરફ લીલીછમ્મ વનરાજી તથા ડુંગરાઓમાંથી પાણીના વહેતા ઝરણાનો સહજ સમન્વય. હરિયાળીથી ફાટફાટ ડાંગમાં ઘણા એવા જોવાલાયક સ્થળો છે, જેના વિશે ફરવાના શોખીનો ખૂબ ઓછું જાણે છે. આમાનું એક સ્થળ એટલે ગીરા ધોધ. વઘઈ પાસે ગીરા નદી પર આવેલો જાજરમાન ધોધ હાલ વૈભવની પરાકાષ્ઠાએ છે.

દક્ષિણ ગુજરાત પર હાલ મેઘરાજા મહેરબાન છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે પગલે દક્ષિણ ગુજરાતમાં આવેલું રમણીય હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. તેમાં પણ ડાંગમાં આવેલો પ્રખ્યાત ગીરા ધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો છે. વઘઈ પાસે ગીરા નદી પર આવેલો જાજરમાન ધોધ હાલ વૈભવની પરાકાષ્ઠા સમાન જોવા મળી રહ્યો છે.

ગીરા ધોધ પર અત્યારે 200 ફૂટ ઊંચેથી નદીનો ધસમસતો પ્રવાહ ખાબકે છે. આ ધોધનો લયબદ્ધ ધ્વનિ ઘણા દૂરથી સાંભળી શકાય છે. અહીંયા આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ધોધ નિહાળવા આવતા હોય છે. વરસાદી મોસમને કારણે હાલમાં ગીરાધોધ તેની વહેવા મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે. ચોતરફ લીલીછમ હરિયાળીના લીધે ગીરા ધોધની સુંદરતા અનેકગણી વધી છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જોઈએ તો પણ આ સ્થળ ઉત્તમ છે, અહીં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ધોધ નિહાળવા આવે છે. અહીં નદી વળાંક લેતી હોવાથી ધોધને બરાબર સામેથી માણી શકાય છે.

અમદાવાદથી 409 કિ.મી., સુરતથી 164 કિ.મી., વડોદરાથી 309 કિ.મી. જેટલું અંતર થાય છે. ગુરજરાત રાજ્ય બસ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ લકઝરી દ્વારા વઘઇ જઇ શકાય છે. ગીરા ધોધ વઘઈથી સાપુતારા જતાં રસ્તામાં છ કિલોમીટરના અંતરે આવેલો છે.સાપુતારાથી આશરે 52 કિલોમીટરના અંતરે વઘઈ ટાઉન આવેલું છે. વઘઈએ પ્રકૃતિના ખોળામાં આળોટતું નગર છે.

ગીરા ધોધની જંગલમાં ખૂબ જ હરિયાળીની વચ્ચે આવેલો છે. એમાં પણ જ્યારે ચોમાસાની ઋતુમાં ચોતરફ હરિયાળી જ હરિયાળી વચ્ચે એવું નયનરમ્ય દ્રશ્ય ઉભું થાય છે કે જાણે સ્વર્ગ સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવ્યું ન હોય.

ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઇને જાણે કે ગર્જના કરતું હોય તેવો ગર્ભીત અવાજ સંભળાય છે.

કોરોના મહામારીને કારણે ગીરાધોધ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યો હોવાથી હાલ ત્યાં કોઈ ચકલું પણ ફરકતું નજરે પડતું નથી.

You cannot copy content of this page