Only Gujarat

Gujarat

પ્રમુખ સ્વામીનગરમાં ભેજું લગાવી આ રીતે ગણવામાં આવી રહી છે થાળી, તમે પણ કહેશો-‘મસ્ત’

અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આખા ભારત દેશનું ધ્યાન ખેંચ્યું છે. રોજ લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. એટલું જ નહીં વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. જે લોકો પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લે છે તે અભિભૂત થઈને જ બહાર નીકળે છે.

પ્રમુખ સ્વામીનગરની સ્વસ્છતાથી લઈને વ્યવસ્થા જોઈને બધા બે ઘડી મોંઢામાં આંગણા નાંખી દે છે. રોજ લાખો લોકો આવતા હોવા છતાં કાબિલેદાદ વ્યવસ્થા વિચારતા કરી મૂકે એવી છે.

આ ઉપરાંત હજારો લોકોની જ્યાં એક સાથે રસોઈ બને છે તે રસોડાની વ્યવસ્થા જબરદસ્ત છે. કોઈ પણ અડચણ વખતર કલાકોમાં હજારો લોકોની રસોઈ બની રહી છે.

આ ઉપરાંત પ્રમુખ સ્વામી નગરમાં એવી એવી દેશી ટેક્નિક અપનાવવામમાં આવી છે જેને જોઈને ભલભલા એન્જિનિયર્સ પણ ચકરાવી ચડી જાય. જેમ કે થાળી ગણવા માટે અપનાવવામાં આવેલી દેશી રીત જોઈને તમે પણ બે ઘડી માથું ખંજવાળવા લાગશો.

આ અંગેનો એક વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્વંયસેવકના હાથમાં લાકડાની પટ્ટી છે અને તેમાં અમુક નંબર લખેલા છે. થાળીના થપ્પા પાસે રાખીને સ્વંયસેવક થાળી ગણી રહ્યો છે.

લાકડાની પટ્ટીમાં 10-10 નંબરના અંતરે નંબર લખવામાં આવ્યા છે. એટલે કે થાળીના થપ્પાની સૌથી ઉપરની થાળી સામે જે નંબર આવે એટલી થાળી ગણાય. આમ થાળી ગણવા માટેની અદભુત વ્યવસ્થા સૌને ખૂબ પસંદ આવી રહી છે.

આ નગરની મુલાકાતે આવનારા હરિભક્તો સહિત પ્રજા માટે નગરમાં વિવિધ સ્થળે 30 પ્રેમવતી ઊભી કરવામાં આવી છે, જેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળી રહી છે. આ માટે એક વિશાળ કિચન બનાવવામાં આવ્યું છે.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદનું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં 60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જાણીને નવાઈ લાગશે આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજન નો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે.

છેલ્લા એક વર્ષથી દેશભરમાંથી હરિભક્તો અહીં અનાજ શાકભાજી તેલ ઘી અને મસાલાની સેવા આપી રહ્યા છે. જોકે આ રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે. માત્ર એક કલાકની અંદર 2000 રોટલી, ભાખરી, સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે. જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે.

આ રસોડું સતત 13 કલાક સુધી ધમધમે છે. જોકે આ હાઈ-ટેક રસોડામાં આવશો તો તમને ન તો ગરમીનો અહેસાસ થશે અને ન તો આંખો બળશે. કારણકે અહીં બોઈલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દરરોજ 20 ટન લાકડું વપરાય છે. જેમાં 40 ટન શાકભાજી, 40 દાળ બનાવવામાં આવે છે. અહીં ફરસાણમાં ડાકોર જેવા 60 કિલો ગોટા એક કલાકમાં તૈયાર થાય તે રીતનું મશીન વપરાય છે. અહીં 60 જેટલા સંતો છે કે જે અલગ અલગ સ્વામિનારાયણ મંદિરના ભંડારી સંતો છે. આ આખું રસોડું પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત હિન્દુ મંદિરોમાં પ્રસાદનો મહિમા છે. દરેકના પ્રસાદનો અલગ મહિમા છે. તેથી અહી આવતા હરિભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા છે. જ્યારે મુખ્ય સંતો દ્વારા જે રીતે માહિતી મળે તે પ્રમાણે તેટલા માણસોની રસોઇ તૈયાર કરવાનું આયોજન કરે છે. મેનુ સંતો દ્વારા નક્કી થાય છે. 30 દિવસ દરમિયાન ગુજરાતી તમામ વાનગી આવરી લેવાશે. તેમજ ભોજન શાળામાં 30 મિનિટમાં 20,000 લોકો જમે છે. ધક્કમ ધુક્કી ના થાય તે માટે સ્વયમ સેવકો કાર્યરત છે.

આ કિચનનું મેનેજમેન્ટ ખૂબ અદભૂત છે. અહીં હજારોની સંખ્યામાં સ્વંયસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. અહીં કરિયાણાથી લઈને માલ-સમાનના થપ્પા લાગેલા છે. એક સાથે આટલો જથ્થો તમે ભાગ્યે જ ક્યાંય જોયો હશે.

આ ઉપરાંત એક સાથે શાકભાજીથી લઈને ડેરી આઈટમ એમ અલગ અલગ રાખવામાં આવી છે. વિશાળ મોટા વાણસોમાં સ્વચ્છતા સાથે રસોઈ બનાવવામાં આવે છે. મેનેજમેન્ટ જોઈને તમે પમ ચકિત થઈ જશો.

You cannot copy content of this page