Only Gujarat

National TOP STORIES

ભેજાબાજ મહિલા લોકડાઉનમાં પણ ચલાવતી હતી સેક્સ રેકેટ, આ રીતે થયો પર્દાફાશ

કોરોના કહેરમાં એક તરફ લોકો પોતાના સ્વજનને પણ મળી શકતા નથી તો બીજી બાજુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે દેહવ્યાપાર ચાલતો હોવાની શંકાએ એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવક-યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવ્યા. એટલું જ નહીં આ સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં પાંચ મહિલાઓ સાથે બે ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના ભોપાલના પિપલાની વિસ્તારની છે. અહીં કેટલાક લોકો એક ભાડાના મકાનમાં સેક્સ રેકેટ ચલાવી રહ્યાં હતા. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા અને રંગેહાથ યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા.

ટીઆઇ ચેન સિંહ રઘુવંશીએ જણાવ્યું કે અમને મંગળવાર 3 જુનના રોજ સૂચના મળી હતી હતી કે મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા તો યુવક-યુવતીઓ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. તથા એક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે આ સેક્સ રેકેટ પાછળ માસ્ટર માઇન્ડ 38 વર્ષની એક મહિલા છે. આ મહિલાએ ડિસેમ્બર મહિનાથી મકાન ભાડે રાખી દેહવ્યાપાર કરાવતી હતી. તો અન્ય કેટલીક ચોંકાવનારી વિગત પણ પોલીસને હાથ લાગી હતી.

સમગ્ર સેક્સ રેકેટ વોટ્સએપની મદદથી ઓપરેટ થતું હતું. વોટ્સએપની મદદથી ગ્રાહકોને યુવતીઓની તસવીરો દેખાડવામાં આવતી અને ત્યારબાદ ડીલ નક્કી થતી હતી. ત્યારબાદ એકથી લઇને પાંચ હજાર સુધીમાં ડીલ નક્કી થતી. આ મહિલા ઘણા સમયથી પોતાનું નામ બદલી આ મકાનમાં રહેતી હતી અને ગોરખધંધો ચલાવતી હતી.

You cannot copy content of this page