Only Gujarat

Bollywood

એક સમયે અક્ષય કુમારને આ કારણે નફરત કરવા લાગી હતી કરિશ્મા કપૂર

મુંબઈઃ કરિશ્મા કપૂર અને અક્ષય કુમારે અનેક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. પડદા પર લોકોએ કરિશ્મા અને અક્ષયની જોડીને પસંદ પણ કરી હતી. ફિલ્મ ‘જાનવર’, ‘મેરે જીવન સાથી’, ‘હાં મૈને ભી પ્યાર કિયા હૈ’ જેવી ફિલ્મમાં કરિશ્મા અને અક્ષયે સાથે કામ કર્યું છે. અક્ષય કુમારની લીડ એક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દીદાર’માં કરિશ્મા કપૂર તેમના ઓપોઝિટ રોલમાં હતી. અત્યારે સોશિયલ મીડિયામાં અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરનો એક કિસ્સો શેર થયો છે. કરિશ્મા કપૂર એક સમયે અક્ષય કુમારને નફરત કરતી હતી અને કરિશ્મા કપૂરે ગુસ્સામાં આવી અક્ષય કુમારને ‘ડિરેક્ટરનો ચમચો’ પણ કહ્યો હતો.

કરિશ્મા કપૂર મોટા પરિવારમાંથી છે અને અક્ષય કુમારનો બોલિવૂડમાં કોઈ ગોડફાધર છે નહીં. એવામાં અક્ષય કુમાર આ ફિલ્મના સેટ પર ખૂબ જ ડાઉન ટુ અર્થ નોટિસ કરવામાં આવ્યો. બીજી તરફ કરિશ્માને સેટ પર ખૂબ જ ઓછું પૂછવામાં આવતું હતું. આ દરમિયાન ડિરેક્ટર પ્રમોદ ચક્રવર્તી અક્ષય કુમારના ખૂબ જ સારા ફ્રેન્ડ બની ગયા હતા. એવામાં કરિશ્મા કપૂરે એક દિવસ ગુસ્સામાં અક્ષય માટે કહ્યું હતું કે, ‘તે ડિરેક્ટરનો ચમચો છે.’ અને આ પછી અક્ષય કુમારને નફરત પણ કરવા લાગી હતી.

અક્ષયને જોઈ કરિશ્મા કપૂર ખૂબજ હેરાન પણ થવા લાગી હતી. આ ઉપરાંત અક્ષયના દિલમાં કરિશ્મા માટે કોઈ કડ઼વાહટ નહોતી. જ્યા સુધી કરિશ્માના હાથમાં કોઈ મોટી ફિલ્મ ન આવી ત્યાં સુધી, તેમને ન ઇચ્છતા પણ અક્ષય સાથે અનેક ફિલ્મમો સાઇન કરી હતી.

અક્ષયને જોઈ કરિશ્મા કપૂર ખૂબજ હેરાન પણ થવા લાગી હતી. આ ઉપરાંત અક્ષયના દિલમાં કરિશ્મા માટે કોઈ કડ઼વાહટ નહોતી. જ્યા સુધી કરિશ્માના હાથમાં કોઈ મોટી ફિલ્મ ન આવી ત્યાં સુધી, તેમને ન ઇચ્છતા પણ અક્ષય સાથે અનેક ફિલ્મમો સાઇન કરી હતી.

કરિશ્માને ફિલ્મ ‘સંઘર્ષ’ની ઓફર આવી. તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ સારી લાગી પણ, તેમને જ્યારે ખબર પડી કે, અક્ષય આ ફિલ્મમાં છે તો તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. આ ઉપરાંત ફિલ્મ ‘હેરાફેરી’ને લઈને પણ આવું જ થયું હતું.

થોડાં સમય પછી અક્ષય કુમાર અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘જાનવર’ રિલીઝ થઈ જે વર્ષો પહેલાં શૂટ કરવામાં આવી હતી, જે હિટ સાબિત થઈ હતી. અક્ષય કુમારની ફિલ્મ ‘હેરાફેરી’ પણ બ્લોકબસ્ટર હિટ થઈ હતી. અક્ષય કુમાર સુપરસ્ટાર થઈ ગયાં પણ કરિશ્માનું કરિયર ડાઉન થવા લાગ્યું હતું.

એક સમય એવો આવ્યો કે, કરિશ્મા સારી ફિલ્મમાં સારા હીરોના ઓપોઝિટ કામ કરવા માગતી હતી. ત્યારે તેમણે ફિલ્મ ‘એક રિશ્તા’માં કામ કરવાની તક મળી હતી. અક્ષય ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહ્યા હતાં. કરિશ્માને આ વાતની જાણ હોવાં છતાં તેમણે હા પાડી હતી.

જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યું કે, ‘કરિશ્મા સાથે કામ કરવામાં કંઈ વાંધો તો નથી ને?’ ત્યારે તેમણે કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકોએ શરૂઆતમાં મારી સાથે સારો વ્યવહાર કર્યો નથી, પણ હું આવું નહીં કરું.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page