Only Gujarat

Gujarat

સેવાકાર્યોથી લોકોના હ્ય્દયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ‘ખજુરભાઈ’ના ઘરને પણ તસ્કરોએ ન છોડ્યું

એક ખૂબ જ આઘાતજનક બનાવ સામે આવ્યો છે. સાચે જ હળાહળ કળિયુગ આવ્યો છે. પોતાની સેવાથી અનેક લોકોના મસિહા બની ગયેલા ‘ખજૂરભાઈ’ એટલે નીતિન જાનીના ઘરને પણ તસ્કરોએ છોડ્યું નથી. જે અનેક લોકોના આંસુઓ લૂંછી રહ્યા છે એ ગુજરાતના ‘સોનુ સૂદ’ કહેવાતા નીતિન જાનીના ઘરમાં ચોરી થઈ છે. લોકોના હ્ય્દયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ખજુરભાઈના બારડોલીના અસ્તાન ખાતે આવેલ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ​​​​​​​બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાનીનું ઘર આવેલ છે. જે ઘર છેલ્લા ઘણા સમયથી બંધ રહે છે. ગત થોડા દિવસો અગાઉ તેમના બંઘ ઘરના મનકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કર્યો હતો. તેમજ ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ઘરમાં મુકેલ એલઈડી ટીવી ચોરી ગયા હતાં.

ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકોને થતાં તેમણે ફીટકાર વર્ષાવી છે. લોકોને જરૂરિયાતના સમયે મદદપુરી પાડનાર અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા ગુજરાતના સોનુ સુદને પણ તસ્કરોએ છોડ્યા નથી.

પ્રાપ્ત વિગત મુજબ નીતિન જાનીના જે ઘરમાં ચોરી થઈ એ ઘર બંધ હતું. જ્યારે નીતિન જાની પરિવાર સાથે બાબેનના લેક સિટિમાં આવેલા બંગલોમાં રહે છે. લેક સિટીમાં ખૂબ જ હાઈફાઈ બંગલોમાં નીતિન જાની મોટાભાઈ અને સાથી કલાકાર તરુણ જાની તેમજ પરિવાર સાથે રહે છે. નીતિન જાનીનો વધુ ઘર પૂનામાં પણ આવેલું છે. જ્યાં તેમના પત્ની રહે છે. જે પુનામાં આઈટી પ્રોફેશનલની નોકરી કરે છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ નીતિન જાનીએ મોટું સેવા કાર્ય આદર્યું છે. નીતિન જાની તેની ટીમ સાથે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી લોકોને પોતાની બનતી મદદ કરી રહ્યા છે. પોતાની કોમેડીથી લોકોને પેટ પકડી પકડીને હસાવનાર નીતિન જાનીના વ્યક્તિત્વની બીજી બાજુ ઉજાગર થઈ છે. લોકો તેના કાર્યના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે.

નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો તેમનો સુરતના સુખી-સંપન્ન પરિવારમાં વર્ષ 1985માં જન્મ થયો હતો. તેમના પિતા કથાકાર હતા. નીતિને સુરતમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારમાં ચાર ભાઈઓ અને ત્રણ બહેનો છે. બાદમાં પરિવાર સુરતથી બારડોલી સ્થાયી થયો હતો.નીતિન જાનીએ બારડોલીમાં બીસીએનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી માટે પૂણેની વાટ પકડી હતી. અહીં નીતિન જાનીએ આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન તેને એક્ટિંગમાં રસ જાગ્યો હતો. આઈટી કંપનીમાં નોકરી દરમિયાન વર્ષ 2012માં ટીવી શો બીગબોસમાં કામ કરવાનો પહેલો ચાન્સ મળ્યો હતો.

બિગબોસમાં કામ કર્યા બાદ 70 હજારના પગારની નોકરી છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં માત્ર 12 હજારના પગારે શરૂ કામ શરૂ કર્યું હતું. નીતિન જાની શરૂરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને આઈટીનું નામ જોતા હતા. બાદમાં તેમણે , લેખક તરીકે સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી.

નીતિન જાની બિગબોસ બાદ ઝલક દિખલા જા, સાવધાન ઈન્ડિયા, ઈન્ડિયા ગોટ ટેલેન્ટ અને કેબીસીમાં પણ કામ કરી ચૂક્યા છે. બાદમાં પોતાનુ વેન્ચર શરૂ કરતાં તેમણે ગુજરાતી ફિલ્મ આવું જ રેહેશે ડિરેક્ટ કરી હતી. પોતાની ડિરેક્ટ કરેલી ફિલ્મ આવું જ રેહેશેનું પ્રમોશન અને માર્કેટિંગ માટે તેમણે જીગલી ખજૂરના વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. જીગલી ખજૂરના વીડિયોને અંદાજથી વધુ સફળતા મળી હતી. લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળતાં નીતિન જાનીએ જીગલી-ખજૂરના કોન્સેપ્ટ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.

એ સમયે ફેસબૂક અને યુટ્યૂબમાં ખજૂર-જીગલીના વીડિયોએ ધમાકો મચાવ્યો હતો. જોકે થોડા સમય બાદ ખજૂર-જીગલીમાંથી જીગલનો રોલ કરતાં ધવલ દોમડિયા નીતિન જાનીથી અલગ થઈ ગયા હતા. નીતિન જાનીએ બાદમાં પોતાની નવી ટીમ બનાવી વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આજે નીતિન જાનીની ખજૂરભાઈ અને ખજૂરભાઈ વ્લોગ્સ એમ બે ટ્યુબ ચેલન ચલાવે છે. તેમના વીડિયોને લાખોમાં વ્યૂઝ મળે છે.

નીતીન જાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વિધી જાની સાથે લગ્ન કર્યા છે. વિધી રાજસ્થાનનાં કોટા જિલ્લાના બારાની રહેવાસી છે. બંનેને કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો બાદમાં બંનેના પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.

You cannot copy content of this page