Only Gujarat

National TOP STORIES

સ્મશાનમાંથી આવતી દૂર્ગંધથી લોકો થયા હેરાન, પછી તે દ્રશ્ય હતું તે જોઈને હચમચી જશો

કોરોના મહામારીની વચ્ચે અડધી બળેલી લાશને ઢસડવાનો મામલો સામે આવ્યો છે. પશ્વિમ બંગાળમાં એક સ્મશાન ઘાટ પર અમુક લાશોને બાળતી વખતે તેની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોને લાગ્યું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની લાશોને બાળવામાં આવી રહી છે, તો તે લોકોએ તેનો વિરોધ કર્યો હતો. નગર નિગમનાં કર્મચારીઓને અડધી બળેલી લાશોને ઢસડીને ગાડીમાં ભરી અને ત્યાંથી લઈને ભાગી ગયા હતા. જોકે, પ્રશાસનનું કહેવું છેકે, લાશો કોરોના દર્દીઓની નહી પરંતુ બિનવારસી હતી.

સ્મશાનઘાટમાંથી આવતી હતી દુર્ગંધ
અડધી બળેલી લાશોને ખેંચીને ગાડીમાં ભરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું કે, તેમના ઘરોમાં અજીબ દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળી ગયા, તે લોકોએ જાણ્યું કે, દુર્ગંધ પાસેનાં સ્મશાનઘાટમાંથી આવી રહી છે.

અડધી બળેલી લાશ લઈને ભાગ્યા
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, કોલકાતા નગર નિગમનાં કર્મચારીઓ ચુપચાપ કોરોના સંક્રમિત દર્દીઓનાં શબ બાળી રહ્યા હતા. હંગામો થયો તો નગર નિગમનાં કર્મચારી અડધી બળેલી લાશો ઉપાડીને ગાડીમાં ભરવા લાગ્યા હતા.

લાશની ઢસડીને ગાડીમાં નાંખી દીધી
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યુ છેકે, સ્મશાનઘાટની અંદરથી ઢસડીને બહાર લાવી રહ્યા છે અને તેને બહાર ઉભી રહેલી ગાડીમાં ફેંકી રહ્યા છે.

પશ્વિમ બંગાળનાં રાજ્યપાલે કહ્યુ, બેશર્મી છે
પશ્વિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનખડે વીડિયો જોઈને ચિંતા વ્યક્ત કરી. રાજ્યપાલ પ્રશાસનની સફાઈને લઈને સંતુષ્ટ નથી. તેમણે કહ્યુકે, મુદ્દો એ નથીકે, લાશો કોવિડ-19નાં દર્દીઓની છેકે નહી. મદ્દો એછેકે, માનવ શરીરને આટલી બેશરમીથી ઢસડવામાં આવી શકે છે?

પ્રશાસને કહ્યું, વીડિયો નકલી છે
પશ્વિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગ અને કોલકાતાની પોલીસે વીડિયોને નકલી ગણાવ્યો છે અને કહ્યું છે કે, લાશો એક હોસ્પિટલના મુર્દાઘરની બિનવારસી લાશો હતી.

ભાજપે કહ્યું, આ અમાનવીયતાની હદ
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ મામલા પર ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ, આ અમાનવીયતાની હદ છે. કોઈનાં પણ મૃતદેહને મમતાજી તમારા રાજમાં જે રીતે ઢસડીને ગાડીમાં ભરવામાં આવી રહી છે. તે સહનીય છે. શું સરાકરે આ વાતનો જવાબ આપવો ન જોઈએકે, આ કૃત્ય કેમ કરવામાં આવ્યુ છે. જનતામાં ગુસ્સાની સાથે પશ્વિમ બંગાળની સરકાર પ્રત્યે ગુસ્સો પણ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page