Only Gujarat

National TOP STORIES

હાય રે માનવતા! પહેલા નગ્ન કર્યા ને પછી ભત્રીજાને કાકી સાથે સંબંધ બાંધવા મજબૂર કર્યો!

તિજારાઃ માનવતાને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાઇક પર ભત્રીજા સાથે જતી પરિણીતાને રસ્તા પર રોકીને તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો. સાથે રહેલા ભત્રીજાને પણ દુષ્કર્મ કરવા માટે મજબુર કરવામાં આવ્યો. બંનેને નિર્વસ્ત્ર કરીને એકબીજા સાથે સંબંધ બાંધવા મજબૂર કર્યાં હતા અને આ માનવતાને શર્મશાર કરતી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ચાર દિવસ પહેલા થયેલી ઘટનામાં 17 સપ્ટેમ્બરની રાત્રે રાજસ્થાનમાં આવેલા તિજારા પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમાં એક સગીર છે.

પોલીસને વાયરલ કરેલો વીડિયો પણ આરોપીના ફોનમાંથી મળી આવ્યો છે. ડીએસપી કુશાલ સિંહે જણાવ્યું કે,14 સપ્ટેમ્બરે શેખપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 45 વર્ષિય પરિણીતા તેના ભત્રીજા પર સાથે બાઇક પર જઇ રહી હતી. તિજારાના પહાડી વિસ્તારમાં 5-6 બદમાશોએ તેમની બાઇકને રોકી લીધી. પીડિતાના ભત્રીજાને બાઇક પરથી ઉતારીને માર માર્યો હતો.

ત્યારબાદ મહિલાના હાથ-પગ બાંધીને તેને જમીન પટકી હતી અને પછી ધૂતા ઉર્ફ આસમ નામના યુવકે દુષ્કર્મ કર્યુ. બાકીના યુવકો પણ તેની સાથે અશ્લિલ હરકત કરતા રહ્યાં. આમાં એક કિશોર પણ સામેલ હતો. ડીએસપી કુશાલ સિંહે જણાવ્યું કે, ઘટના બાદ પીડિતાનું મેડિકલ કરાવાયું હતું અને આરોપીને પકડવા માટે શેખપુર પોલીસ સ્ટેશનના અધિકારી રામ કિશોર, તિજારો પોલીસ સ્ટેશનના અધિકારી જિતેન્દ્ર નાવરિયાની ટીમ રવાના થઇ હતી.


દબાણ કરીને વીડિયો બનાવ્યોઃ પોલીસની ટીમે હરિયાણામાંથી આરોપી ધૂર્તા ઉર્ફ આસમ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, તેમાંથી એક આરોપી 16 વર્ષનો કિશોર છે. ત્રીજા આરોપી સાહુદ પુત્ર આલમ મેવ નિવાસી અરંડકા તિજારા પણ માત્ર 19 વર્ષનો જ છે. પૂછપરછ દરમિયાન બંનેએ દુષ્કર્મની વાતનો ઇન્કાર કર્યો હતો. અન્ય ત્રણ આરોપીએ જણાવ્યું કે, પરિણીતા સાથે માત્ર ધૂતાએ જ દુષ્કર્મ આચર્યું હતું અને તેના ભત્રીજાને પણ મજબુર કરીને આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે આ બંને સહ આરોપી બનાવ્યાં છે, જ્યારે આ ઘટનાના અન્ય બે આરોપીની તપાસ ચાલું છે.

ઘટના દરમિયાન મહિલાએ બૂમો પાડી તો આરોપીઓએ પીડિતાના ભત્રીજાને નિર્વસ્ત્ર કરી દીધો અને તેને જબરદસ્તી પરિણીતા સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કર્યો. તેનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો. તેને ધમકી પણ આપી કે જો કોઇને જણાવ્યું તો વીડિયો વાયરલ કરી દઇશું. પીડિતા અને ભત્રીજા માંડ માંડ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. જો કે બીજા દિવસે જ આરોપીએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. બદનામી થવા લાગી તો, આખરે પરિણીતાએ પતિને આપવીતિ જણાવી. 17 સપ્ટેમ્બરે પીડિતા પતિ સાથે પોલીસ ફરિયાદ માટે તિજારા પોલીસ સ્ટેશન પહોંચી. ઘટનાના પગલે 6 લોકો સામે તેમણે ફરિયાદ નોંઘાવી હતી.

સવા વર્ષ પહેલા થાનાગાજી બનેલી ઘટનાનું પુનરાવર્તનઃ તિજારા વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે થયેલી ઘટનાનું 14 સપ્ટેમ્બરે પુનરાવર્તન થયું. આવી જ ઘટના આ જ વિસ્તારમાં સવા વર્ષ પહેલા બની હતી. આ ઘટનામાં પણ પીડિતાના પરિવારજનો અને પીડિતાને રસ્તામાં રોકીને તેને નિર્વસ્ત્ર કરીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને વાયરલ કર્યો હતો. બસ તફાવત માત્ર એટલો જ છે કે, આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી અને કેસ નોંધાયાના 24 કલાકમાં ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

You cannot copy content of this page