ક્રિકેટર અને અભિનેતાની પુત્રી સાથે ‘ચોકલેટી બોય’ શુભમન ગિલનું હતું લફરું!

Shubman Gill Affair: ક્રિકેટર શુભમન ગિલે ભારત અને ન્યુઝિલેન્ડની વચ્ચે 3 વન-ડે સીરિઝની પહેલી જ મેચમા શાનદાર ઓપનિંગ કરી હતી. જેના કારણે ભારતના ચારેય ખુણે તેના ભરપુર વખાણ થઈ રહ્યાં છે. ગિલે 149 બોલમાં બેવડી સદી ફટકારી હતી અને 208 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ શું તમને ખબર છે ક્રિઝ પર તોફાની બેટિંગ કરનાર આ ફેમસ ક્રિકેટર બે હસીનાઓ સામે હારી ગયો છે. આ બન્ને હસીનાઓમાં એક સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને બીજી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર છે.

23 વર્ષના શુભમન ગિલને ઘણીવાર સારા અલી ખાન સાથે જોવામાં આવ્યો છે. ત્યાર બાદથી અફેરની ચર્ચા ચાલી હતી. પરંતુ એક ટોક શોમાં સારા અને પોતાના લિંકઅપની સમાચાર પર શુભમને એવી વાત કહી દીધી હતી કે, આ અફવાએ વધુ વેગ પકડ્યો હતો. ટોક શોમાં જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે, તે સારા અલી ખાનને ડેટ કરે છે કે નહીં? તો જવાબમાં ક્રિકેટરે કહ્યું, મેં બી…

શુભમનના નિવેદનની વચ્ચે ક્રિકેટરની સારા અલી ખાન સાથેની તસવીરો બહુ જ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં આ બન્ને સ્ટાર્સ એક સાથે દુબઈ 2022માં ડિનર કરતાં જોવા મળ્યા હતાં તો ક્યારેય જયપુર એરપોર્ટ પર બન્ને એકસાથે જોવા મળ્યાં હતાં.

આ ઉપરાંત ક્રિકેટર શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયું હતું. પરંતુ સારા તેંડુલકર અને શુભમનના અફેરને લઈને કોઈ જ માહિતી સામે આવી નહોતી.

શુભમન ગિલની જિંદગી પર વાત કરવામાં આવે તો કોઈ ફિલ્મની સ્ટોરી લાગશે. પિતા લખવિંદર સિંહે ત્યારથી ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું જ્યારથી તે પેદા થયો હતો. શુભમનનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના પંજાબના ફાજિલ્કા જિલ્લાના ચક ખેરેવાલા ગામમાં થયો હતો. પિતાએ પોતાના લાડલા પુત્ર માટે ખેતરની વચ્ચોવચ ક્રિકેટ રમવા માટે મેદાન તૈયાર કર્યું હતું.