Only Gujarat

Sports

દુબઈની લક્ઝૂરિયસ હોટલમાં ભારતીય ક્રિકેટરો શું ખાય છે? તસવીરો પરથી થઈ ગયો ખુલાસો

દુબઈની નાઇટ લાઇફની સાથે સાથે અહીંનું ફૂડ પણ વિશ્વ-વિખ્યાત છે. અહીંના મોટાભાગનો પરંપરાગત ખોરાક ખૂબ જ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. દુબઇની રસોઈમાં ભરપૂર મસાલાઓનો ઉપયોગ કરીને તેમને વધુ ચટાકેદાર બનાવવામાં આવે છે. વર્લ્ડ ફૂડ ડે 16 ઓક્ટોબર એટલે કે આજે આખી દુનિયામાં ઉજવાઈ રહ્યો છે. કોરોનાને કારણે આ વખતે અહીં કોઈ કાર્યક્રમ તો નથી, પરંતુ આઇપીએલ માટે જે ટીમો ત્યાં હાજર છે તે વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી રહી છે. લગભગ 1 મહિનાથી, વિશ્વભરના ક્રિકેટરો અહીં હાજર છે, તેમાં આ ખેલાડીઓએ ઘણી વાર તેમની હોટલોમાંથી સ્વાદિષ્ટ ભોજનની તસવીરો શેર કરી છે. આજે તમને બતાવીએ કે દુબઈની મોંઘી હોટલના રૂમમાં ક્રિકેટરો શું ખાઈ રહ્યા છે?

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી, તેની ફિટનેસ અને ડાયેટ અંગે કેટલા જાગૃત છે તે આપણે બધા જાણીએ છીએ. તેઓ આલ્કલાઇન પાણીથી લઈને દરેક વસ્તુ શેકેલી અથવા બાફેલી જ ખાવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે વિરાટ તેની પત્ની અનુષ્કા સાથે દુબઈની હોટલ વાલ્ડોર્ફ એસ્ટોરિયામાં રોકાયા છે.

કિંગ્સ ઇલેવન પંજાબના ઓલરાઉન્ડર ક્રિસ ગેઇલ થોડા સમય પહેલા દુબઇમાં જ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા. આ સમય દરમિયાન, તે ફક્ત હળવો ખોરાક જ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે તેમની સ્ટ્રોબેરી ખાતા એક તસવીર શેર કરી હતી. તેઓ અહીં દુબઈની હોટેલ સોફિટેલમાં રોકાયા છે.

દુબઈની હોટલ તાજમાં રોકાયેલ ટીમ સીએસકેના સ્ટાર ખેલાડી શેન વોટસન અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (એમએસ ધોની) પણ એક સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને હોટલમાં જ નાસ્તો કરી રહ્યા હતા.

મુંબઇ ઇંડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અબુધાબીના સેન્ટ રેજીસ સાદીયાત આઇલેન્ડ રિસોર્ટમાં રહીને પોતાનું મનપસંદ એનર્જી ડ્રિંક પીવાનું ક્યારેય ભૂલતા નથી.

રાજસ્થાન રોયલ્સ (આરઆર)ના બેટ્સમેન રોબિન ઉથપ્પાએ પણ તેના હોટલની એક તસવીર તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બારબેકયુની મજા માણી રહ્યા છે. જણાવવાનું કે તે વન એન્ડ ઓનલી ધ પામ દુબઈમાં રોકાયેલ છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે પોતાની હોટલના રૂમની બાલ્કનીમાં એન્જોય કરતા તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે હેલ્ધી ફૂડ અને જ્યુસ ખાતા પણ જોવા મળ્યા હતા. તે અબુધાબીના ધ રીટ્ઝ-કાર્લટન ખાતે રોકાયેલ છે.

હાર્દિક પંડ્યાના ભાઈ અને મુંબઈ ઇંડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા એ પણ અબુધાબીની હોટલ સેન્ટ રેજીસ સાદિયતથી તેમની ઘણી તસવીરો શેર કરી હતી.

You cannot copy content of this page