Only Gujarat

National

આ લગ્નમાં કન્યાને જોવા આમંત્રણ વિના પહોંચ્યા લોકો, કહ્યુ- બધાનું નસીબ આ છોકરી જેવું હોતું નથી

ચંડીગઢઃ હાલના સમયમાં તમામ વ્યક્તિ પોતાના લગ્નને સ્પેશ્યલ અને યાદગાર બનાવવા માંગે છે કારણ કે આ નવી જિંદગીની શરૂઆત હોય છે. એવામાં હરિયાણામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં વરરાજા કન્યાને હેલિકોપ્ટરમાં લઇને આવ્યો હતો. આ લગ્નમાં હેલિકોપ્ટરને જોવા માટે ખૂબ ભીડ જોવા મળી હતી. અનેક લોકો એવા હતા જે આમંત્રણ વિના લગ્નમાં સામેલ થયા હતા. તમામ લોકો કહી રહ્યા હતા કે આ દીકરી ખૂબ નસીબદાર છે.

વાસ્તવમાં આ લગ્ન બુધવારે હરિયાણાના પલવલ જિલ્લામાં યોજાયા હતા. પેલક ગામમાં રહેતા દીપક દત્તના લગ્ન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના માસ્ટર શ્યામ લાલ શર્માની દીકરી ડિમ્પલ સાથે થયા હતા.

કન્યાએ મીડિયાને જણાવ્યું કે, તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તેના લગ્ન આટલા યાદગાર થશે. તેનો પતિ તેને હેલિકોપ્ટર લઇને લેવા આવશે. આ દિવસ હું જિંદગીભર નહી ભૂલું.

નોંધનીય છે કે દીપકના પિતા ભારતીય સૈન્યમાં જવાન હતા. બાળપણમાં દીપકે પિતાની છત્રછાત્રા ગુમાવી હતી.

દીપક પોતાના તમામ ભાઇ-બહેનોમાં સૌથી મોટો છે. ઘરની ચિંતાએ દીપકને સમય અગાઉ મજબૂત બનાવી દીધો. દીપક દુબઇની એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર જેવા પદ પર બે વર્ષ સુધી નોકરી કરી હતી.

હાલમાં તે હરિયાણામાં એક રિટેલ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page