ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જોતા જ આંખો પર ના થયો વિશ્વાસ

કોરોના મહામારીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એકશનમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી 31 ઓગસ્ટની રાતે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં ઓળખ બદલીને સારવાર કરાવવા પહોંચ્યા અને હોસ્પિટલની વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત થયા. આ પછી તેમણે સારવાર કરનારા ડૉક્ટરને બોલાવ્યા અને તેમને સન્માનિત કર્યા.


સ્વાસ્થ્યમંત્રીએ કર્યા ડૉક્ટરના વખાણ
મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, ”CGHS સેવાની વ્યવસ્થા માટે હું એક સામાન્ય દર્દી બનીને દિલ્હીની એક ડિસ્પેન્સરીમાં ગયો હતો. મને ખુશી થઈ કે ત્યાં કાર્યરત ડૉક્ટર અરવિંદ કુમાર તેમની ડ્યૂટી પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા અને તેમનો સેવાભાવ પ્રેરિત કરનાર છે. પોતાના કાર્ય પ્રત્યે તેમના સમર્પણની હું પ્રશંસા કરું છું.”


બીજા દિવસે ડૉક્ટરનું કર્યું સન્માન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સારવાર કરનારા ડૉક્ટર અરવિંદ કુમારને બીજા દિવસે મંત્રાલય બોલાવ્યા અને તેમને સન્માનિત કર્યા. ડૉક્ટરે પત્રમાં સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું કે, ”તમારી વિનમ્રતા, વિશેષજ્ઞતા અને કામ પ્રત્યે સમર્પણ દેશભરના દરેક ડૉક્ટર માટે પ્રેરણાદાયી છે.”


પત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ લખ્યું કે, ” જો દેશમાં દરેક CGHS ડૉક્ટર, અન્ય ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મી પોતાને ત્યાં આવતાં દર્દીનું આવી સંવેદના સાથે સારવાર કરે તો આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વસ્થ ભારતનું સપનું પુરુ કરી શકીએ છીએ.”


ટીવી સામે લડાઈની સમીક્ષા કરી
આ પછી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રી અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ટીબીને દૂર કરવા માટે કરાતા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.


બેઠકમાં છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ. સિહ દેવ, બિહારના મંગલ પાંડે, હરિયાણથી અનિલ વિજ, દિલ્હીથી સત્યેન્દ્ર જૈન, મહારાષ્ટ્રથી રાજેશ ટોપે સહિત અન્ય રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓએ ભાગ લીધો હતો. ટીબીનો નાશ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રી રાજ્યોને નિયમિત રીતે વાતચીત કરવાની વાત કરી જેથી આ દિશામાં કરવામાં આવેલાં કાર્યો પર ચર્ચા કરી શકાય.

You cannot copy content of this page