Only Gujarat

Bollywood FEATURED

વહુ ઐશ્વર્યા રાયની આ તસવીરો જોઈને ભડકી ગઈ હતી આખી બચ્ચન ફેમિલી પછી…..

મુંબઈઃ ઐશ્વર્યા રાય છેલ્લાં બે દિવસથી એક પણ ફિલ્મમાં જોવા મળી નથી. ઐશ્વર્યા રાય છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. જોકે, ઐશ્વર્યા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજથી 4 વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 2016માં ઐશ્વર્યા તેમના એક બોલ્ડ ફોટોશૂટને લીધે ચર્ચામાં હતી. કહેવામાં આવે છે કે, આ ફોટોશૂટને લીધે ઐશ્વર્યા રાયની પર્સનલ લાઇફમાં ઘણી ઉથલ-પાથલ થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, બચ્ચન પરિવાર આ ફોટોશૂટને લીધે ઐશ્વર્યા રાયથી ખૂબ જ નારાજ થયો હતો.

આ વાત 2015ની છે, જ્યારે ઐશ્વર્યા રાય કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કામ કરવા માટે તૈયાર થઈ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા ખુદથી 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે ઇન્ટિમેટ થતી જોવા મળી હતી.

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના પ્રમોશનથઈ લઈ ફોટોશૂટ સુધી, જેમાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે અનેક ઇન્ટિમેટ પોઝ આપ્યા હતાં.

ફોટોશૂટ દરમિયાન ઐશ્વર્યા રાય અને રણબીર વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફોટોશૂટમાં રણબીર સોફા પર બેઠો હતો, જ્યારે ઐશ્વર્યાં રાય પણ સોફા પર સૂતી જોવા મળી હતી. જેમાં ઐશ્વર્યા વ્હાઇટ શર્ટ ઉપર જેકેટ અને બૂટ પહેરેલી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાને મા બન્યા પછી લગભગ ચાર વર્ષ બાદ આ ફોટોશૂટમાં ગ્લેમરસ અવતારમાં જોઈ લોકો હેરાન રહી ગયા હતાં. લોકોએ ભલે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના આ અંદાજના વખાણ કર્યા હોય, પણ કહેવામાં આવે છે કે, બચ્ચન ફેમિલી તેમના આ પગલાંથી નારાજ થઈ હતી.

રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમાં ઐશ્વર્યાના ઇન્ટિમેટ સીન્સ જોઈ બચ્ચન ફેમિલી પહેલાંથી જ નારાજ હતી, ત્યાં પોતાની વહુ અને રણબીરના આ બોલ્ડ ફોટોશૂટના ફોટો સામે આવતાં તે ભડક્યા હતાં.

એક ઇન્ટરવ્યૂના દરમિયાન રણબીરે કહ્યું હતું કે, ‘ઇન્ટિમેટ સીન્સ દરમિયાન મને શરમ આવતી હતી, મારા હાથ ધ્રૂજતા હતાં. ક્યારેક-ક્યારેક ઐશ્વર્યાના ગાલોને ટચ કરવામાં પણ અચકાતો હતો. પછી તેમને મને કહ્યું કે, સાંભળો… તમારા હાથમાં કોઈ મુશ્કેલી છે. આપણે એક્ટિંગ કરી રહ્યા છે. કમઓન… પ્રોપરલી કરો. પછી મેં પણ વિચાર્યું કે આવી તક મળશે નહીં. એટલા માટે મેં પણ મોકા પર ચોકો મારી દીધો’

રિપોર્ટ મુજબ, ફિલ્મમાં પહેલા ઐશ્વર્યાનું કેરેક્ટર બોલ્ડ નહોતું. ખુદ ઐશ્વર્યા કરણને આ માટે રાજી કર્યો હતો કે, તેમના પાર્ટને સેન્શુઅલ બનાવે. સૂત્રો મુજબ, જ્યારે ઐશ્વર્યાને રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો તો તેમણે લાગ્યું કે આ અધૂરું છે. તેમનું કેરેક્ટર દબાવી દેવામાં આવ્યું છે. ઐશ્વર્યાએ માગ કરી કે સ્ક્રીપ્ટ હજુ વધારે બોલ્ડ હોવી જોઈએ.

ઐશ્વર્યા રાયે આ પહેલાં ફિલ્મ ‘ધૂમ 2’માં પણ રિતીક રોશ સાથે ઇન્ટિમેટ સીન આપ્યો હતો. જેના પર અમિતાભ અને જયા બચ્ચને નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન પહેલાં રિલીઝ થઈ ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page