શિવ મંદિર પર પડી વીજળી, જમીન પર બનેલા ત્રિશૂળને જોઈને ગામવાસીઓ થયા હતપ્રભ!

એક આસ્થા અને ચમત્કારિક બનાવ સામે આવ્યો છે. શિવમંદિરમાં વિજળી પડતાં કંઈક એવું બન્યું કે લોકો ભોળાનાથનો પ્રતાપ માનવા લાગ્યા હતા. ગઈકાલે વરસાદની વચ્ચે એક ગામમાં ચાર વીજળી પડી હતી. આ દરમિયાન ગામમાં જૂના શિવમંદિરમાં જોરદાર ધડાકો થયો હતો અને ધૂમાડો આવવા લાગ્યો હતો. વરસાદ બંધ થતાં આસપાસના ગામના લોકો મંદિર આવ્યા હતા અને ત્યાં જઈને જોયું તો હતપ્રત રહી ગયા હતા.

હરિયાણાના કરનાલ જિલ્લાના મદનપુર ગામમાં ગઈ કાલે વિજળી પડી હતી. વિજળીથી મંદિરના ગુંબજનો ઉપરનો હિસ્સો તથા દીવાલમાં તિરાડો પડી હતી. તો જમીન પર ત્રિશૂળનું નિશાન જોઈને ગામના લોકો હતપ્રભ રહી ગયા હતા. લોકોએ મોબાઈલમાં આ તસવીર ક્લિક કરીને અન્યને શૅર કરી હતી. કેટલાંકે આ તસવીરને ભોલેનાથની અસીમ કૃપા ગણાવી હતી. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે ભગવાન શિવે મોટા સંકટમાંથી ઉગારી લીધા છે. ગામવાસીઓએ સરકારને મંદિર રિપેર કરવાની વિનંતી કરી છે.

નગર નિગમના કાઉન્સિલરના પ્રતિનિધિ રાજેન્દ્ર સિંહ, સચદેવ કશ્યપ, રવિન્દ્રએ કહ્યું હતું કે મંદિરનો ગુંબજ અંદાજે 90 ફૂટ ઊંચો છે, જેમાં 10 ફૂટનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. વરસાદ દરમિયાન વીજળી પડતાં જોરદાર ધડાકો થયો હતો.

ધડાકો એટલો જોરદાર હતો કે મંદિરનો કાટમાળ આસપાસના ઘરમાં પડ્યો હતો. વરસાદને કારણે ગામવાસીઓ ઘરની બહાર નીકળ્યા નહોતા. વીજળી પડવાથી મોટાભાગના ઘરોમાં ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઈ ગયા છે. જે ઇલેક્ટ્રિક સાધનોની સ્વીચ બંધ હતી, તે પણ સળગી ગયા છે.

ગામવાસીઓએ કહ્યું હતું કે વીજળીના ધડાકાને કારણે વીજળીનું મીટર, ઇનવર્ટર, પંખા સહિત વીજળીના તમામ ઉપકરણો સળગી ગયા હતા અને લાખોનું નુકસાન થયું હોવાની ચર્ચા છે. વીજળી ગુંબજમાંથી થઈને અંદર સુધી આવી હતી, પરંતુ મંદિરને કોઈ નુકસાન થયું નહીં. ગામવાસીઓ આને ભગવાન શિવનો મહીમા તથા ચમત્કાર ગણાવ્યો હતો.

ગામવાસીઓએ કહ્યું હતું કે જે રીતે પૃથ્વીને સંકટમાંથી બચાવવા માટે ભગવાન ક્યારેક સમુદ્રમાંથી પ્રગટ્યા તો ક્યારેક જાતે જ ઝેર પીધું, તે જ રીતે ગામના લોકો માટે સંકટ પોતાના માથે ધારણ કર્યું હતું.

You cannot copy content of this page