Only Gujarat

National

એરપોર્ટ પર IPS અધિકારીની બેગ કરી ચેક, અંદરથી નીકળેલો સામાન જોઈ તમામ લોકોની આંખો થઈ પહોળી!

સીનિયર આઇપીએસ અધિકારી અરૂણ બોથરાની સાથે હાલમાં જ એક રસપ્રદ ઘટના ઘટી હતી. અરૂણ બોથરા ઓરિસ્સાના ટ્રાન્સપોર્ટ કમિશ્નર છે. જયપુર એરપોર્ટ પર તેમની બેગમાંથી એવું કંઈક મળ્યું કે તેમને જયપુર એરપોર્ટ પર એન્ટ્રી કરતાં અટકાવવામાં આવ્યા હતા.


વટાણાથી બેગ ભરેલી હતીઃ એરપોર્ટ ચેકિંગ સમયે આઇપીએસ ઓફિસરની બેગમાંથી લીલા વટાણા નીકળ્યા હતા. લીલા વટાણા ભરેલી બેગ જોતા જ સુરક્ષા અધિકારીઓ નવાઈમાં મૂકાઈ ગયા હતા. અરૂણ બોથરાએ સો.મીડિયામાં આ અંગેની તસવીર પણ શૅર કરી હતી.


શા માટે વટાણા ભર્યાઃ અરૂણ બોથરાએ કહ્યું હતું કે તેમણે જયપુરમાંથી 40 રૂપિયે કિલો વટાણા ખરીદ્યા હતા. આ પોસ્ટના જવાબમાં એક આઇએએસ અધિકારીએ કહ્યું હતું કે એકવાર તે આ જ રીતે રિંગણ તથા દૂધી લઈ હતી અને તેમણે એરપોર્ટ પર બે હજારનો દંડ ભરવો પડ્યો હતો.


લોકો હસવા લાગ્યાઃ એક સો.મીડિયા યુઝરે વટાણા સ્મલિંગ કહ્યું હતું. સો.મીડિયામાં વટાણાની તસવીર પર અનેક મીમ્સ બનાવવામાં આવ્યા હતા.

You cannot copy content of this page