Only Gujarat

National TOP STORIES

કપડાં સીવી સીવીને માતાએ બંને દીકરાઓને ભણાવ્યા, IAS બનીને લાડલાએ ચૂકવ્યું ‘મમતાનું ઋણ’

જયપુરઃ આખા દેશમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. માતાના સંઘર્ષ અને ત્યાગ માટે આ દિવસ મનાવવામાં આવે છે. માતાના ત્યાગ, સંઘર્ષ અને તેમના દ્વારા કરવામાં આવેલા નાના-મોટા કામ જેનાથી આપણી જિંદગી સરળ બની જાય છે. તેમને સલામ કરવાનો આ દિવસ છે. ધરતી પર એક મા જ છે, જે પોતાના બાળક માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ અને સંઘર્ષ કરીને તેમને સરળ બનાવે છે. માતા પોતાના બાળકોના સપના અને જરૂરિયાત માટે પોતાનો જીવ પણ લગાવી દે છે. આવી જ એક માતાના સંઘર્ષની કહાની છે, જેણે બાળકોને કાબેલ બનાવવા માટે પોતાના હાથોને ના રોકાવા દીધા. માતા દિવસ રાત કપડા સીવતી રહી, જેથી બાળકોની ફી ભરી શકે. આખરે તેના બંને દીકરા દેશમાં મોટા અધિકારી બનવાના પોતાના સપના પૂરા કરી શકે અને માતા-પિતા બંનેનું નામ રોશન કર્યું.

આજે અમે તમને એક યૌદ્ધાની કહાની સંભળાવી રહ્યા છે જેના સંઘર્ષથી બંને દીકરી આજે અધિકારીની ખુરશી પર બેઠા છે. આ છોકરાઓએ પોતાની મહેનતથી અભ્યાસ કર્યો છે પરંતુ તેમની સફળતા પાછળ તેની માતાનો હાથ છે. માતાએ દિવસ-રાત જાગીને દીકરાના ભણતર માટે ફી ભરવા કપડાં સિવ્યા.

રાજસ્થાનના ઝુંઝનૂંના રહેતા સુભાષ કુમાવત વ્યવસાયે દરજી છે. તે એક નાનકડી દુકાનમાં બેસીને લોકોના કપડાં સીવે છે અને તેનાથી જ તેનું ઘર ચાલે છે. તેની પત્ની પણ સિલાઈનું કામ કરે છે. સુભાષ ટેલર છે તો તેમના પત્ની રાજેશ્વરી દેવી કપડાની સીવે છે. તેમના બે દીકરા છે, પંકજ અને અમિત બંને અભ્યાસમાં હોશિયાર છે.

પંકજ અને અમિત બંનેએ IIT દિલ્લીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે. પંકજની નોએડા સ્થિત એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવા લાગ્યા. બંને ભાઈનું સપનું સિવિલ સેવાનું જ હતું. આ સપનું પુરું કરવા માટે પરિવાર સામે પૈસાનો પડકાર હતો. જેના માટે માતા-પિતા દિવસ-રાત જાગીને મહેનત કરતા હતા.

મીડિયા સાથેની વાતચીત પંકજ અને અમિતે કહ્યું કે, અમે બંને ભાઈઓ માટે અભ્યાસ કરવો આસાન હતો, પરંતુ અમારા પિતા માટે ભણાવવું ખૂબ જ મુશ્કેલ હતી. જોકે, અમારા માતા-પિતા અમને બંને ભાઈઓને કહેતા હતા કે બંનેને ભણાવીને મોટો માણસ બનાવવાનો છે.

સિવિલ સેવાનું સપનું અમારા માતા-પિતાનું હતું, અમે તેને માત્ર પુરું કર્યું છે. પંકજ અને અમિતના પ્રમાણે, તે માત્ર એ જ જાણે છે કે અમારા માતા-પિતા માટે અમને ભણાવવા કેટલા મુશ્કેલ હતા. તે અમારી ફી, બુક્સ અને બીજી વસ્તુની કેમ વ્યવસ્થા કરતા હતા. પૈસા માટે મારા માતા રાતભર જાગીને કપડાંની સિલાઈ કરતા હતા. વધુ આવક માટે ઓવર ટાઈમ કરતા હતા.

માતા-પિતા સાથે મળીને કરવામાં આવેલા સંઘર્ષના કારણે જ અમે આ લક્ષ્ય મેળવી શક્યા. તેમણે પોતાના ખભા પર જવાબદારી લઈને અમને અમારું સપનું પૂરું કરવામાં મદદ કરી છે.

આખરે એ દિવસ પણ આવ્યો જ્યારે પંકજ અને અમિતે વર્ષે 2018માં એક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. 5 એપ્રિલે બંનેનું પરિણામ આવ્યું તો માતા અને પિતા બંનેની આંખો છલકાઈ ઉઠી. યુપીએસસીએ જાહેર કરેલી સિવિલ સેવાની પરીક્ષામાં તેમના બંને દીકરા પંકજ અને અમિતનું સિલેક્શન થયું છે. પંકજનું 443મો રેન્ક હતો. તો અમિતનો 600મો રેન્ક હતો.

બંને ભાઈ પોતાની સફળતાનો ક્રેડિટ માતા-પિતાને આપે છે અને કહે છે કે આજે અમારા ફેમિલીની આર્થિક સ્થિતિ બરાબર છે. અમે માત્ર એટલું જ કહીશું કે લાઈફમાં આવતી કમીઓ, પરેશાનીઓ અને નેગેટિવ વસ્તુઓને ક્યારેય પોતાની આજમાં ના આવવા દો. અમારી સફળતા માટે તેઓ મોટા સપના જુએ છે. તેમને પુરા કરવા માટે મહેનત કરે છે. જો મહેનત કરો તો સફળતા મળી જ જાય છે.

અમે તો એટલું જ કહેવા માંગીશું કે માતા દરેક મુસીબત સામે લડવા માટે સામે આવી જાય છે. વાત સંતાનની હોય તો લડવા માટે સામે આવી જાય છે. આપણાં દેશમાં માતાના ચરણોમાં સ્વર્ગ હોવાનું કહેવાય છે. તેમને દયા મમતા અને ત્યાગની મૂર્તિ ગણાવવામાં આવી છે. ખરેખર આવી માતાને ઉત્સાહને સેલ્યૂટ કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page