અનુરાગ કશ્યપની દીકરીએ કહ્યું- મેં પહેલી વખત સેક્સ કર્યું ત્યારે…

બોલિવુડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા ઓપન છે. તે ઘણી વખત પોતાના માટે થઈને લોકો સાથે ખુલીને વાતો કરે છે. તે ખુદની પર્સનલ લાઈફ અંગે પણ વાતો કરતી હોય છે. તે ખુદના અનુભવોથી લોકોને શીખ પણ આપે છે. આલિયા કશ્યપે હાલમાં જ યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયોમાં સેક્સ દરમિયાનના દુખાવા અને પોર્ન ફિલ્મ જોવાના અનુભવોની વાત કરી.

આલિયા ઘણા વખતથી વીડિયો બનાવતી આવી છે. આલિયાએ જે વીડિયો શેયર કર્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે યુઝર્સ તેમને કેટલાક સવાલો કરે છે અને તે તેના જવાબ આપે છે. એક યુઝરે આલિયાને સવાલ કર્યો કે તેમને કેવા લોકો પસંદ આવે છે. જેના જવાબમાં જણાવ્યું કે તેમને ઘમંડી લોકો પસંદ નથી. આ સિવાય દગો આપનારા લોકો પણ પસંદ નથી.

એક ફેને આલિયાને નાના બ્રેસ્ટ માટે સવાલ કર્યો. તેના પર આલિયાએ કહ્યું કે નાના બ્રેસ્ટ સારા હોય છે. વધુમાં કહ્યું મારા બૂબ્સ નાના છે. પણ તેનાથી કોઈ તકલીફ નથી. તેમનું કહેવું છે કે જો પાર્ટનર મેચ્યોર્ડ છે તો કોઈ તકલીફ નથી.

બીજા એક યુઝરે આલિયાને પહેલી વખત સેક્સ કરવા પર બ્લિડિંગ અંગે સવાલ કર્યો. આલિયાએ જણાવ્યું કે તેમની સાથે આવુ નથી થયું. પરંતુ આ એકદમ નોર્મલ છે. પહેલી વખત સેક્સ કરવા પર બ્લિડિંગ ઓછુ થાય છે. ઘણા મિત્રોને થયું હતું.

આલિયાને એક યુઝરે માસ્ટરબેશન અંગે સવાલ કર્યો. આલિયાએ કહ્યું કે માસ્ટરબેશન જરૂરી છે. ખાસ કરીને યુવતીઓ માટે. તેમણે કહ્યું કે આ યુવતીઓને કરવુ જોઈએ. તેનાથી આપ ખુદના શરીરને જાણી શકો છો.

નોંધનીય છે કે આ પહેલા પણ આલિયા અને અનુરાગનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક યૂઝર અનુરાગને પુછે છે કે, જો આપની દીકરી આપને કહે કે તે પ્રેગ્નેન્ટ છે તો આપનું શું રિએક્શન હશે? તો આ પ્રશ્નનો જવાબ આપતાં અનુરાગે કહ્યું કે, ‘હું તેને પુછીશ કે, શું તુ પાક્કુ આ ઇચ્છે છે.’ જે પણ તું કરીશ હું આપની સાથે છું. આ તું જાણે છે.’ અનુરાગ કહે છે કે, ‘હું તેને સ્વિકારીશ. તે જે પણ કરશે હું હમેશાં તેની સાથે રહીશ. હું તેને એમ પણ કહીશ કે, આનાં માટે આપે ઘણું બધુ સહન કરવું પડશે. પણ અંતમાં તો હું ત્યારે પણ તારી સાથે રહીશ.’

આલિયાનાં બોયફ્રેન્ડ વિશે વાત કરતાં અનુરાગ કહે છે કે, ‘તે સારો યુવક છે. મને તે પસંદ છે કારણ કે તે આધ્યાત્મિક છે.’ અનુરાગની આ વાત સાંભળી આલિયા ખુશ થઇ જાય છે. વીડિયોમાં અનુરાગ કહે છે કે, આજનાં બાળકો ખુબજ એક્સપ્રેસિવ છે તેઓ ખુલીને વાત કરવાનું પસંદ કરે છે. ન કે તેમનાં સમયનાં બાળકો જેવાં જેઓમાં કંઇપણ બોલવાની હિંમત ન હતી. તેથી જ મને લાગે છે કે, પેરેન્ટ્સે તેમનાં બાળકો પર પોતાને થોપવાનો પ્રાયસ બંધ કરી દેવો જોઇએ.

You cannot copy content of this page