Only Gujarat

Bollywood FEATURED

લોકપ્રિય જજે એક્ટ્રેસને જોતાં જ બગાડી નજરે ને આવી જગ્યાએ કર્યો સ્પર્શ

મુંબઈઃ ‘દિલબર-દિલબર’ ગીતથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ નોરા ફતેહી હાલ સોની ટીવીના રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી રહી છે. આ દરમિયાન શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શોના અન્ય એક જજ તથા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ નોરાના હિપ્સ પર હાથ મારતો જોવા મળી રહી છે. વીડિયોમાં ટેરેન્સના આ ‘બેડ ટચ’ને જોયા બાદથી લોકો તેની ટીકા કરી રહ્યાં છે.

વાઈરલ વીડિયો 12 સપ્ટેમ્બરના ઓનએર થયેલા શોનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં શત્રુઘ્ન સિન્હા પોતાની પત્ની પૂનમ સાથે ગેસ્ટ તરીકે આવે છે. આ દરમિયાન શોના ત્રણેય જજ તેમનું સ્વાગત કરવા આગળ આવે છે અને નમીને પ્રણામ કરે છે. આ સમયે ટેરેન્સે નોરા ફતેહીના હિપ્સ પર હાથ માર્યો હતો અને તે જાણી જોઈને થયું હોવાનું દ્રશ્યમાન થાય છે. જોકે, આ સમયે નોરા સંપૂર્ણ રીતે સામાન્ય જોવા મળી અને તેણે કોઈ રિએક્શન આપ્યું નહીં પરંતુ ટેરેન્સની આ હરકત કેમેરામાં કેદ થઈ હતી.

વીડિયોમાં ટેરેન્સ દ્વારા નોરા સાથે ખોટું કર્યાનું જોવા મળતા જ સોશિયલ મીડિયા યૂઝર્સ રોષે ભરાયા હતા. એક વ્યક્તિએ લખ્યું કે, ‘આ જ છે બોલિવૂડનો વાસ્તવિક ચેહરો.’ અમુક લોકોએ નોરાએ આ અંગે રિએક્શન શા માટે ના આપ્યું તેવા સવાલો પણ કર્યા હતા. એક યૂઝરે લખ્યું કે,‘મે પહેલા વિયાર્યું કે આ ભૂલથી થયું હોઈ શકે છે પરંતુ જો ભૂલ હોય તો તમે તાત્કાલિક કોઈને સોરી કહો છો. અહીં આવું કંઈજ જોવા મળતું નથી.’

એક યૂઝરે લખ્યું કે, ‘હાથ ભૂલથી લાગ્યો હોય તો, આવું કહેતા પહેલા તમારે વીડિયો જોવો જોઈએ કે બંને એક સાથે મૂવ કરે છે અને હાથ સીધા જવા જોઈએ તેની બદલે ટેરેન્સનો હાથ આડો કેવી રીતે જાય છે?’

એક યૂઝરે લખ્યું કે,‘બધા એક જેવા જ છે, કોઈ દૂધે ધોયેલું નથી દેખાતું.’ એક વ્યક્તિએ લખ્યું કે,‘તે કેનેડિયન નાગરિક છે અને વર્કિંગ વિઝા પર ભારતમાં છે. તેને ટેરેન્સ જેવા લોકો થકી કામ મળે છે. જો તે ફરિયાદ કરવાનું શરૂ કરી દેશે તો કોઈ તેને કામ નહીં આપે. તે કોઈ રિયાલિટી શોમાં જજ, હોસ્ટ, સ્પર્ધક કે અન્ય ભૂમિકામાં જોવા મળશે નહીં. મને લાગે છે જ્યાંસુધી કામ મળે છે ત્યાંસુધી તે ચૂપ રહેશે.’

મનોરંજન જગતને નજદીકથી જોનાર એક યૂઝરે લખ્યું કે,‘અહીં બધુ વેચાય છે, ઘણી ખરાબ સ્થિતિ છે, બધુ નજદીકથી જોયું છે, તમે વિચારી પણ શકતા નથી. કામ મળવાનું બંધ થઈ જાય છે.’લોકોના મતે નોરાને પોતાના કરિયરની ચિંતા છે અને તે કારણે જ તે મૌન રહી. નોરાને શોમાં એન્ટ્રી મલાઈકા અરોરાને કોરોના થવાના કારણે મળી હતી.

મલાઈકાના સ્થાને નોરાને ગીતા કપૂર તથા ટેરેન્સ લુઈસ સાથે જજ બનવાની તક મળી. પ્રારંભમાં નોરાને માત્ર 2 એપિસોડ માટે સાઈન કરવામા આવી હતી પરંતુ સ્વસ્થ થયા બાદ પણ મલાઈકા આરામમાં હોવાને કારણે નોરાનો કોન્ટ્રાક્ટ અમુક દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page