માત્ર 1400 રૂપિયાનો હતો સિક્કો, વેચાયો કરોડોમાં, આખરે શું હતું આ સિક્કામાં?

અમેરિકામાં 20 ડૉલર એટલે કે 1400 રૂપિયાના સિક્કાની હરાજીમાં એટલી મોટી બોલી લાગી કે તેનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે. આ સોનાનો સિક્કો 138 કરોડ રૂપિયામાં વેચાયો હતો. એક રિપોર્ટ મુજબ હરાજીમાં એક દુર્લભ ટિકિટ પણ 60 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

ન્યૂયોર્કમાં ગત મંગળવારે વર્ષ 1933નાં આ ડબલ ઇગલ સોનાના સિક્કાની હરાજી થઈ હતી. આ સિક્કાની હરાજીએ બધા રેકોર્ડ તોડી દીધા છે. સિક્કો $18.9 મિલિયન એટલે કે 138 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ સાથે જ દુનિયાની સૌથી દુર્લભ ટિકિટ લગભગ 60 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

કાયદાકીય રીતે ડબલ ઇગલનો આ સિક્કો અંગત હાથમાં હતો. Sotheby auctionમાં હરાજી કરવામાં આવેલો સિક્કો 73થી 100 કરોડ વચ્ચે વેચાવાની શક્યતા હતી, પણ આ સિક્કાની હરાજીની કિંમતે નવો રેકોર્ડ બનાવી દીધો હતો.

આ સિક્કો શૂ ડિઝાઈનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટ્ઝમેન દ્વારા વેચવામાં આવ્યો હતો. જેમણે વર્ષ 2002માં લગભગ 55 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 20 ડૉલરના ડબલ ઇગલના આ સોનાના સિક્કા પર એક તરફ ઉડતી ઇગલની ડિઝાઈન છે, તો બીજી બાજુ આગળ વધતાં લિબર્ટીની ડિઝાઈન છે. એક્સપર્ટ મુજબ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રચલન માટે છેલ્લે સોનાના સિક્કા હોવાને લીધે આની કિંમત વધી ગઈ હતી.

તો વીટ્ઝમેને મંગળવારે 1856માં જાહેર કરેલાં એક બ્રિટિશ ગયાના વન સેન્ટ મેજેન્ટા સ્ટેમ્પને 8.3 મિલિયન ડૉલર એટલે કે 60 કરોડમાં વેચ્યો હતો. જેણે ઇતિહાસમાં સૌથી મૂલ્યવાન સ્ટેમ્પ તરીકે પોતાની જગ્યા બનાવી લીધી છે.

જોકે, હરાજીમાં આ ખૂબ જ કિંમતી સોનાના સિક્કા અને સ્ટેમ્પ કોણે ખરીદ્યો તે અંગે સોથબીએ કહ્યું કે, ખરીદનાર પોતાનું નામ જણાવવા માગતો નથી. આ ઉપરાંત 24 સેન્ટ ઈન્વર્ટેડ જેની સ્ટેમ્પનો એક પ્લેટ બ્લોક, જે 1918 પહેલાં US એર મેલ પત્રો માટે જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 35 કરોડમાં વેચવામાં આવ્યો છે. આ સૌથી મૂલ્યવાન અમેરિકી ડાક ટિકિટ છે.

ઇનવર્ટેડ જેની સ્ટેમ્પ અંતિમવાર 26 વર્ષ પહેલાં એક હરાજીમાં 2.9 મિલિયન ડૉલર એટલે કે, લગભગ 21 કરોડ 17 લાખમાં વેચાઈ ગઈ હતી. એક મુદ્રણ ત્રુટિવાળા આ સ્ટેમ્પ કલેક્ટર પાસે જ હતો. તેની દ્રિપદીય ડિઝાઈન ઉંધી દેખાય છે.

હરાજી કરતી કંપની સોથબીએ કહ્યું કે, સ્ટેમ્પ બ્લોક જે તેની પૂર્વ હરાજીના અનુમાનથી નીચી કિંમતે વેચવામાં આવી છે. તેની ખાનગી ઇક્વિટી કંપની ધ કાર્લાઇલ ગ્રુપના સહ-સંસ્થાપક ડેવિડ રૂબેનસ્ટીન દ્વારા ખરીદવામાં આવ્યો છે.

બાળપણથી જ ટિકિટ અને સિક્કાનો સંગ્રહ કરનારા વેટ્ઝમેને કહ્યું કે, મંગળવારે હરાજીમાં પ્રાપ્ત થયેલાં ધનનો ઉપયોગ ચિકિત્સા અનુસંધાન, તેમની ડિઝાઈન સ્કૂલ અને મેડ્રિડમાં એક યહૂદી સંગ્રહાલય સ્થિત પોતાના ધર્મ ઉપક્રમે રકમ આપવા માટે કરશે.

You cannot copy content of this page