Only Gujarat

Bollywood FEATURED

તારક મહેતા ફેમ ‘માધવી ભાભી’ સોનાલિકા જોશીની પુત્રીનું શું આવ્યું રિઝલ્ટ? જાણો આ રહ્યું પરિણામ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવીની ભૂમિકા નિભાવનારી સોનલિકા જોશીની પુત્રીએ CBSEના 12 ધોરણમાં 93 ટકા મેળવ્યા છે. સોનલિકા જોશીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

સોનાલિકા જોશીએ ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી સાથેની તસવીર શેર કરી હતી. ‘તેની માતા હોવા પર ગર્વ છે… 12માનું પરિણામ … આ રીતે આગળ વધો … ગુંડાબાબુ… મારા આશીર્વાદ તારી સાથે છે.’ તાજેતરમાં જ બાલવીરની અભિનેત્રી અનુષ્કા સેને કહ્યું હતું કે તેને 12મા ધોરણમાં 89.4 ટકા માર્કસ મળ્યા છે.

સોનલિકા જોશીના કામ વિશે વાત કરવામાં આવે તો તે લોકડાઉન પછી સેટ પર પરત ફરી છે. જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું. સોનાલિકા જોશીએ શૂટિંગના સેટ પરથી તેના મેકઅપ આર્ટિસ્ટ સાથે તેની તસવીરો શેર કરી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ લગભગ 115 દિવસ લોકડાઉનમાં બંધ હતું. દિલીપ જોશીથી લઈને શૈલેષ લોઢા સુધીના બધા કલાકારો પોતપોતાના ઘરે હતા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી સતત ટેલિકાસ્ટ થઈ રહ્યુ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page