Only Gujarat

National TOP STORIES

અડધી રાતે સાધુને આવ્યું 1000 ટન સોનાના ખજાનાનું સપનું પછી જે થયું તે જાણીને તમારા ઉડી જશે હોશ

ઉત્તરપ્રદેશના કાનપુમાં સાધુ શોભન સરકારનું 13 મે બુધવારે નિધન થયું. સાધુના નિધનના સમાચાર સાંભળી ભક્તોમાં શોકની લહેર ફેલાઇ હતી. શિવલી કોતવાલી વિસ્તારના બેરીમાં બનેલા તેમના આશ્રમમાં અંતિમ દર્શન માટે ભક્ત પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ એ સાધુ હતા જેમના સપનાના આધારે ઉન્નાવના ઢોંડિયા ખેડામાં આર્કિલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ ખજાનાની ખોજમાં કામે લાગી હતી. શોભન સરકારે દાવો કર્યો હતો કે તેઓને સપનામાં ફતેપુર રીવા નરેશના કિલ્લામાં શિવ ચબૂતરા પાસે 1000 ટન સોનું દટાયેલું હોવાનું જાણવા મળ્યું છે.

શોભન સરકારે દાવો કર્યો હતો કે તેઓને સપનામાં ફતેહપુરના રીવા નરેશના કિલ્લામાં શિવ ચબૂતરા પાસે 1000 ટન સોનું દટાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ સરકારે સોનું બહાર કાઢવાની વાત કરી હતી.

સરકારે સાધુ શોભનના સપનાને ગંભીરતાથી લીધું અને ખજાનાની ખોજ માટે ખોદકામ શરૂ કર્યું હતું. જો કે અનેક દિવસો સુધી ચાલેલા ખોદકામ બાદપણ ખજાનો મળ્યો ન હતો. આ ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની ભારે મજાક ઉડાવવામાં આવી હતી.

આ ઘટના બાદ તત્કાલિન વિહિપ નેતા અશોક સિંઘલે કહ્યું હતું કે માત્ર એક સાધુના સપનાના આધારે ખોદકામ કરવું યોગ્ય નથી. તો ખજાનાના અનેક દાવેદાર પણ સામે આવી ગયા હતા. રાજાના વંશજે પણ ઉન્નાવમાં પહોંચી ગયા અને ખોદકામ બાદ સોનું નીકળશે તેની રાહ જોવા લાગ્યા હતા.

સાધુના સપના બાદ અહીં આસપાસ રહેલા ગામજનોએ પણ ખજાનો હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તત્કાલિન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ખજાના પર માત્ર દેશવાશીઓનો જ હક હશે.

તત્કાલિન સમાજવાદી પાર્ટીની સરકારે કહ્યું હતું કે ખજાનામાંથી જે સંપત્તી નીકળશે તેના પર રાજ્ય સરકારનો જ હક હશે. આ સોનાનો ખજાનો ઢોંડિયા ખેડા સ્ટેટના પચ્ચીસમાં શાસક રાજા રાવ રામ બક્શ સિંહના કિલ્લાના અવશેષમાં દબાયેલો હોવાનું કહેવામાં આવતું હતું.

રાજા રાવ રામ બક્શ સિંહે 1857 દરમિયાન બ્રિટિશ શાસનકાળની સાથે લડી તેમને લડત આપી હતી. બાદમાં એક વૃક્ષ સાથે લટકાઇને ફાંસી લગાવી લીધી હતી. તો તેમના ખજાનાનું સપનું જોનારા સાધુ શોભન સરકારનું નિધન થયું છે.

You cannot copy content of this page