કેબિનેટ મંત્રી સાથે મોડેલને સૂવાનો રચાયો ખેલ, નહાતા સમયે બની ન્યૂડ વીડિયો

એક ફેમસ મોડેલ હોટેલના છઠ્ઠા માળેથી કૂદી ગઈ. મોડેલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં હાલ તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બીજી તરફ આ કેસમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસના કહેવા મુજબ શાતિર ગેંગ એક મોટા મંત્રીને હનીટ્રેપની જાળમાં ફસાવવા માંગતી હતી અને આ ગેંગ આ કામ માટે મોડેલ ગુનગુન ઉપાધ્યાયનો ઉપયોગ કરવા માંગતા હતા. ગેંગે મોડેલના ન્યૂડ વીડિયો બનાવી લીધા હતા. મંત્રીને ફસાવવું દબાણ કરતાં હોવાથી મોડેલે હોટેલ પરથી કૂદકો માર્યો હતો.

આ શોકિંગ ઘટના રાજસ્થાનના જોધપુરની છે. જ્યાં બે દિવસ પહેલાંગુનગુન ઉપાધ્યાય નામની મોડેલ હોટેલના છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કેસમાં ઉદયપુરની બ્યૂટીશિયન દીપિકા અને અક્ષત શર્માના નામ સામે આવ્યા છે. આ બંને લોકો ગુનગુન શર્માને બ્લેકમેઈલ કરતા હતા. આ બંને લોકો ગુનગુન શર્મા મારફત રાજસ્થાનના કેબિનેટ મંત્રી રામલાલા જાટને હનીટ્રેપમાં ફસાવવા માંગતા હતા.

જોધપુરના ડીસીપી ભુવન ભૂષણે જણાવ્યું હતું કે અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઉદયપુરની બ્યૂટીશિયન દીપિકા અને અક્ષત શર્માનું પ્લાનિગ રાજસ્થાનના કેબિનેટ મંત્રી રામલાલા જાટને ફસાવવનું હતું. આ માટે તેઓ મોડેલ ગુનગુન ઉપાધ્યાયનો યુઝ કરવા માંગતા હતા. તેમનું પ્લાનિંગ હતું કે કોઈ પણ રીતે મોડેલ મંત્રી સાથે એક વાર સંપર્કમાં આવી જાય, આ માટે બંનેએ મોડેલ પર મંત્રી સાથે સૂવાનું દબાણ કર્યું હતું, પણ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. બ્યૂટીશિયન દીપિકા ખુદ પણ મોડેલ છે અને જયપુરની રહેવાશી છે.

You cannot copy content of this page